પાણી એક રોશની છે – કેદારનાથ સિંહ અનુ-સુશી દલાલ
પ્રતીક્ષા ન કરો
જે કહેવું હોય
એ કહી નાખો
કારણકે શક્ય છે
પછી કહેવાનો કોઈ અર્થ જ ન રહે.
વિચાર કરો
જ્યાં ઊભા છો ત્યાંથી જ વિચાર કરો
ભલે રાખથી જ શરૂ કરો
પણ વિચાર કરો.
એ જગાની તલાશ વ્યર્થ છે
જ્યાં પહોંચીને આ દુનિયા
એક અફીણના ડોડામાં બદલાઈ જાય છે.
નદી સૂઈ રહી છે
એને સૂવા દો
એના સૂવાથી
દુનિયાના હોવાનો અંદાજ મળી રહે છે
પૂછો
જેટલીવાર પૂછવું પડે એટલી વાર પૂછો
ભલે પૂછવામાં ગમે તેટલી તકલીફ પડે
પણ પૂછો
પૂછો કે ગાડી હજી કેટલી લેટ છે
પાણી એક રોશની છે
અંધારામાં આ જ એક વાત છે
જે તમે પૂરા વિશ્વાસથી
કહી શકો છો બીજાને.
– કેદારનાથ સિંહ અનુ-સુશી દલાલ
આ કાવ્યના ગુહ્યાર્થ બાબતે હું બહુ ચોક્કસ નથી છતાં મને જે સમજાયું છે તે કંઈક આ પ્રમાણે છે –
વિચારશૂન્યતા – ભયાનક જડતા – ઉપર વેધક કટાક્ષ છે અહીં. Bertrand Russel નું એક વાક્ય યાદ આવે છે – ‘ People would rather die then think. And they actually do ! ‘
‘સૂતી નદી’ એ દુનિયાની પ્રવાહહીનતા-જડતા નું પ્રતિક છે. પાણીને રોશની સાથે કોઈ સંબંધ નથી છતાં અંધારામાં – અર્થાત અગાધ અજ્ઞાનના અંધારે – રહેલા આપણે કેટલા વ્યર્થવિશ્વાસ સાથે બીજાને અભિપ્રાય આપી દઈએ છીએ !! અણજાણ મુલકે આંધળો અજાણ્યાને દોરે….!!
ભાવાર્થ બાબતે સૌ પોતપોતાના વિચારો મૂકશે તો આભારી થઈશ…..
KETAN YAJNIK said,
September 21, 2015 @ 10:04 AM
નચિકેત યાદ આવે છે, યક્ષ પ્રશ્નો યાદ આવે છે.તમે કહ્યું છે તે યોગ્ય છે આંધળો આંધળાને દોરે
સવાલો ઉઠતા રહે છે જવાબો મળતા રહે છે ક્યારેક દેખીતી સુકાયેલી સરસ્વતી નદી ગર્ભિત રીતે વહેતી હોય છે। તારક મહેતા નો બાઘો કહે છે તેમ ” જૈસી જિસકી સોચ”ગંગા જળમાં વહતા મુકેલા પડીયામાં રહેલા દીવામાં જેટલું કૌવત હશે તેટલું પ્રજ્વલશે જેટલી સમાજ પડે તેટલી પાડવી અને એને અજવાળે નીકળી પડવું। જગત કાજી બની વહોરી ના પીડા તું લેજે પછી તો હરિ હરિ
ભૈ તમે તો તન્ખો મુક્યો
DINESH MODI said,
September 21, 2015 @ 10:48 AM
જે કામ કરવુ હોય , જે ગ્યાન મેલવવુ હોય તે અત્યારે જ કરિ લેવુ .વાયદાનિ વાત ન કરવિ.