કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.
ભાવેશ ભટ્ટ

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી (કાવ્યપઠન) -વિવેક મનહર ટેલર

Shyaam taara range
(વિવેકની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

[audio:http://urmisaagar.com/saagar/audio/ShyamTaaraRange-VivekTailor.mp3]

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૦૮)

“શ્યામ!” સંબોધન વાંચતા જ આપણી આંખ આગળ ગોપી આવી જઈને આપણને પણ એના રંગમાં એવા રંગી દે છે… કે પછીનું આખું કાવ્ય આપણે ગોપી બની ગયા વગર જાણે માણી જ ન શકીએ ! શ્યામનાં રંગમાં રંગાઈને લથબથ અને તરબતર થયેલી ગોપી અહીં રંગાવાનાં અલૌલિક આનંદની સાથે સાથે વળી “કિયા છેડેથી બાકી તેં રાખી” કહીને રંગાવાની જ મધમીઠી રાવ પણ કરે છે. અને બ્હાવરી તો કેવી, કે દલડાંનાં દરવાજા ને દીવાલો બધુયે ઓગળી ચૂક્યું છે ને તો યે હજી એ બારી ન વાખવાની ઘેલી ચિંતા કરે છે. શું શ્યામે એને પોતાના રંગમાં રંગી છે ?… કે પછી શ્યામનાં રંગમાં એ પોતે પોતાની મરજીથી જ રંગાઈ ગઈ છે? શું એ ફરિયાદ કરે છે કે એણે રંગાવું ન્હોતું તો ય રંગાઈ ગઈ ? જો કે, આવા પ્રશ્નોનાં જવાબો તો રાધા યે આપી ન શકે… એટલે આપણે થોડીવાર માટે ગોપી બની જઈ માત્ર આ કાવ્યનાં રંગમાં રંગાઈએ તો કેવું ?!!

લયસ્તરોનાં સાગરમાં આપણે ઘણાં પ્રિય કવિઓનાં હસ્તાક્ષરોનાં મોતીઓ ભર્યા છે અને એમાં આપણા ઘરનાં જ કવિનાં હસ્તાક્ષરનું મોતી ના હોય એ કેમ ચાલે? ખરું ને મિત્રો?! વળી આ કવિ મહાશય પાસેથી તો એમનાં હસ્તાક્ષરની સાથે સાથે બોનસ તરીકે મેં હક્કથી એનાં સ્વરનું મોતી પણ માંગી લીધું છે (જરા દાદાગીરીથી સ્તો!)… તો ચાલો આજે સાંભળીએ આ કાવ્યનું પઠન, કવિ વિવેક ટેલરના જ અવાજમાં !

24 Comments »

  1. Ramesh Shah said,

    August 9, 2008 @ 3:06 AM

    ઈન્ટરનેટ અને બ્લોગજગતની આ એક અનોખી દેણ છે કે કવિસંમેલન-મુશાયરામાં ગયા વગર તમને ગમતાં કવિ/શાયર ને વાંચી ને સાંભળી પણ શકો.સાથે experts comments પણ. એવુંજ આજે અનુભવ્યું.મારા ગમતા થોડા કવિઓમાંના એક શ્રી વિવેકભાઈને ગોપી બનીને સાંભળવાનો અવસર મળ્યો.સાંભળતા સાંભળતા થયુ ” કિયા છેડેથી બાકી તેં રાખી ?”. ઉર્મિ અને વિવેકભાઈ ને ઉતમ રચના પીરસવા માટે અભિનંદન.

  2. pragnaju said,

    August 9, 2008 @ 8:19 AM

    આધુનિક જમાનામાં ,તે જમાનાનાં ગોપીભાવમાં આટલુ સુંદર કાવ્ય(ભજન) બદલ અભિનંદન
    શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
    મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
    કુણ મુંથી તે મોટું બડભાગી ?
    વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
    દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
    વાંચવામાં કેટલો મધુરો ભાવ—
    હવે તરન્નુમમાં માણવાની ઈચ્છા જગવી…
    જન્માષ્ટમી પહેલા

  3. ઊર્મિ said,

    August 9, 2008 @ 9:57 AM

    વિવેકનાં ‘નજરુંની વાગી ગઈ ફાંસ’ ગીત વખતે મેં કહ્યું હતું એમ… કે એક નર તરીકે નારીની સુક્ષ્મ સંવેદના અને મનોભાવનું સુંદર રીતે લયબદ્ધ નિરુપણ કરવું એ તો કવિનું અત્યંત સ-ફ-ળ કવિ કર્મ ! ગોપીનાં ભાવજગતમાં સંપૂર્ણપણે દાખલ થયા વગર આવું સુંદર ગીત તો રચાઈ જ ન શકે… અને એ માટે તો પ્રિય વિવેકને મબલખ હાર્દિક અભિનંદન !

  4. ધવલ said,

    August 9, 2008 @ 10:50 AM

    સુંદર ગીત !

  5. Pinki said,

    August 9, 2008 @ 11:17 AM

    બીજા અંતરામાં ગોપીભાવ તો એવો જાગૃત થાય કે,
    યાદ પણ ના રહે કે- કાવ્યવાંચન કરી રહ્યાં છીએ…
    અને એ કદાચ કવિકર્મની અપેક્ષા અને સફળતા છે.

    વિવેકભાઈની સંવેદનશીલતા….. નારીભાવ/ગોપીભાવને શબ્દદેહ
    આપવામાં જરાય ઊણી નથી ઉતરી કે અન્યાય પણ નથી કર્યો.

  6. vijay shah said,

    August 9, 2008 @ 11:18 AM

    વાહ વિવેકભાઇ
    ધ્વનીબધ્ધ રજુઆત
    ખુબજ સુંદર્…
    ગોપીભાવ શબ્દે શબ્દે ઉભરાતો અને તેની પાછળ છલકાતો શ્યામનો ભક્તિભાવ્…
    દુબારા દુબારા કહી ૩ વખત સાંભળી તમારી કૃતિ

  7. Lata Hirani said,

    August 9, 2008 @ 2:03 PM

    સ્ત્રીના મનોજગતમાં તમારો પ્રવેશ સાંગોપાંગ અને છલોછલ..

  8. Babu said,

    August 9, 2008 @ 2:41 PM

    ખુબ જ સુંદર રચના છે

    આધુનીક ગોપીના હૈયાંની છલોછલ ભરેલ હેલનું
    આ ભાવભર્યુ ગીત સાંભળી આપણા અંતરમા પણ
    ગલગલીયાં થતાં હોય એવું લાગે છે

  9. GAURANG THAKER said,

    August 10, 2008 @ 10:42 PM

    વાહ ભૈ વાહ ક્યા બાત …….ખૂબ સરસ ગીત…..

  10. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    August 11, 2008 @ 10:52 AM

    ડો વિવેકભાઈ,
    તમે તો ગોપી ને મહાન બનાવી દીધી…. અહિં તો હું ભુલી ગયો કાનને ને પડી ગયો ગોપીના પ્યારમાં!! તમે મને તો ગોપીમય કરી નાંખ્યો!!
    વાહ અતિ સુંદર રચના.. તમારા ગોપીપણાને અભિનંદન!!

  11. ડો.મહેશ રાવલ said,

    August 13, 2008 @ 1:28 AM

    ગોપીભાવનું સુંદર ગીત…..
    એમાંય…આ પંક્તિઓએ તો હદ કરી…..!
    વિવેકભાઈ !
    આયખામાં જેટલાં યે સળ છે;
    તારા જ દીધા સૌ વળ છે.
    કિયા છેડેથી બાકી તેં રાખી ?
    ખૂબ-ખૂબ અભિનંદન બધા ય છેડેથી ………!
    ડો.મહેશ રાવલ

  12. sunil shah said,

    August 13, 2008 @ 11:56 PM

    નવો પ્રયોગ ઘણો ગમ્યો..!

  13. Hetal Vin said,

    August 14, 2008 @ 4:09 AM

    ખુબ સ્રરસ વિવેક્ભઈ
    સુન્દર કાવિય અને તે પન તમારા અવાજ મા સામ્ભ્લિ ને મજા આવી

  14. chetu said,

    August 14, 2008 @ 5:30 AM

    ખુબ ખુબ અભિનન્દન … નારેી હ્રદયમાઁ કરેી ઝાઁખેી ને હૈયાને વાચા તમે આપેી…!!

  15. Chandresh Desai said,

    August 14, 2008 @ 9:42 AM

    વિવેક
    વિસ વરસ પછી તારો અવાજ્

  16. Chandresh Desai said,

    August 14, 2008 @ 9:49 AM

    Vivek
    Sorry for the previous comment which I tried to type in Gujarati and messed up (and accidently submitted without finishing it),
    But your creation is so nice; it at least made me try to type in Gujarati.
    I like you touching different subjects with songs and on the top of that this time you put your own voice and your hand writings.
    It was great to hear you after 20 years.

  17. izmir evden eve said,

    August 14, 2008 @ 10:03 AM

    થન્ક્સ્..

  18. mahesh dalal said,

    August 14, 2008 @ 1:42 PM

    દો. વીવેક .. ભૈ વાહ્..રમને ચધેલી રાધ્ા નજર સામે આવી ને ઉભી.
    શ્બ્દો મધુરા..કલ્પના મધુરઇ…. ભાવ અનેરા. ઘનુજ સુન્દર્…..

  19. indravadan g vyas said,

    August 14, 2008 @ 7:20 PM

    ડો.વિવેકજી,
    અભિનન્દન.ગોપિ / રાધા ના ભાવ જગતની સફર કરાવવા બદલ.સુક્શ્મ સંવેદનાથી સભર આ રચના આખે આખી ઉરમાં ઉતરી ગઈ.
    સરસ રચના.

  20. rajgururk said,

    August 15, 2008 @ 6:06 AM

    વાહ વિવેક ભૈ વાહ્,અતિ સુન્દર કાવ્ય અને એ પન આપન સ્વરો મા સાભલિ ખુબ મન પ્રફુલ્લિત થએ ગયુ ધન્યવદ આપને
    આર્.કે.

  21. Mamta,Ishita,Shweta,Shardul said,

    August 15, 2008 @ 2:09 PM

    ખુબ જ સુન્દર.Beautiful.enjoyed listening to your voice.It was like you were right in front of us.Thanks .

  22. ajitgita said,

    August 15, 2008 @ 9:37 PM

    Fantastic.Vivekbhai Fantastic,
    Your impressive voice, stopping & reapeting on proper words with nice tunes
    decorated your self & handwritten became ENJOYABLE. I felt that I m sitting in a ” Kavya Pathan Mushayara.” Abhinanandan ” 2 U Sir.,,,,,ajitgita

  23. Mukund Desai-"MADAD" said,

    August 16, 2008 @ 12:18 PM

    સુન્દર રચના

  24. varsha tanna said,

    August 22, 2008 @ 6:52 AM

    મુશાયરામા બધાને ગોપી બાનાવી દીધા ખરેખર ખૂબ મજો પડેી ગયો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment