તું અને હું – મરીઝ
એક તારી કલ્પના જે જિગર બાળતી રહી,
એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.
એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તું કે સૌ કલા તને શણગારતી રહી.
એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે,
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.
એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.
એક તુ કે તારી આંખને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.
એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.
એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.
– મરીઝ
એક મરીઝ જ પોતાની જાત પર વ્યંગ કરી શકે કે ‘એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું’ !
pragnaju said,
July 27, 2008 @ 11:15 PM
ખૂબ સરસ ગઝલ-વ્યંગોક્તી
તેમાં આ શેર
એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધરી રહી.
અંતરમાં કાંઈ કેટલા શેર ગુંજી ઉઠ્યા…
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.
ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.
અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને,
ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય
હું સ્વમાની છું અને તું મગરૂર છે.”
સ્વમાન-અભિમાન વચ્ચે ભેદરેખા હોય છે
Mansuri Taha said,
July 28, 2008 @ 2:41 AM
એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.
બહોત ખુબ મરીઝ સાબ.
વિવેક said,
July 28, 2008 @ 2:58 AM
સુંદર ગઝલ…
Jina said,
July 28, 2008 @ 3:46 AM
સુંદર ગઝલ… !!
mahesh Dalal said,
July 28, 2008 @ 2:22 PM
આખર્ ની બે કડી ,સ્પર્શતી વધુ
Pravin Shah said,
July 29, 2008 @ 12:05 PM
એક હું કે શોષતી રહી મારી કલા મને….
આવું તો મરીઝ જ કહી શકે.
jaldhi said,
September 26, 2016 @ 2:10 AM
એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી..
Vaah!!! Mariz…