દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.
રઈશ મનીઆર

વાર્તા-ગઝલ – ઉદયન ઠક્કર

બોલવું તો બોલવું પણ શી રીતે? કોઈ સાક્ષાત્કાર જેવી વાત છે
રાજહંસો સાથ ઊડતા કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે

દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી? જે ગમે તે ધાર, જેવી વાત છે

એક દિવસ શેરડીના ખેતરે, કોઈ જાણીતા કવિ પેસી ગયા
‘ના, હું તો ગાઈશ,’ બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે

લીલીછમ વાડીએ જઈને મેં પૂછ્યું, ‘કુમળો એક… અંતરાત્મા રાખું કે?’
આજુબાજુ જોઈ પોતાને કહ્યું, ‘રાખને દસ-બાર…’ જેવી વાત છે

વાતેવાતે ગર્જના શાનો કરે? સિંહ જેવો થઈને છાયાથી ડરે?
કોણ છે તું? ઓળખી લે જાતને, નહિ તો કૂદકો માર, જેવી વાત છે

જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાના લે તો બીજું થાય શું? આપણી સરકાર જેવી વાત છે

– ઉદયન ઠક્કર

પંચતંત્રની છ વાર્તાઓ ગઝલના છ શેરમાં ગૂંથીને કવિ લઈ આવ્યા છે. એ બધી વાર્તાઓને આજના પરિપ્રેક્ષ્યમાં મૂકીને કવિ અખાની જેમ ચાબખાવેધ સાધી શક્યા છે…

8 Comments »

  1. Rina said,

    July 26, 2014 @ 4:04 AM

    Awesome….

  2. perpoto said,

    July 26, 2014 @ 6:06 AM

    નાનપણમાં પંચતંત્રની વાર્તા,દાદા સંભળાવતાં,પછી કહેતાં,વાર્તામાંથી શું બોધ લીધો…

    વાતેવાતે ગર્જના શાનો કરે? સિંહ જેવો થઈને છાયાથી ડરે?
    કોણ છે તું? ઓળખી લે જાતને, નહિ તો કૂદકો માર, જેવી વાત છે

  3. Yogesh Shukla said,

    July 26, 2014 @ 10:46 AM

    અતિ સુંદર રચના , ઈર્શાદ , કવિ શ્રી બસ અમારા ખાતર પણ લખતા રહેજો ,

  4. Harshad said,

    July 27, 2014 @ 2:43 PM

    Very Nice.

  5. સુનીલ શાહ said,

    July 29, 2014 @ 3:25 AM

    બહુ જ સરસ–સફળ પ્રયોગ

  6. preetam Lakhlani said,

    July 30, 2014 @ 1:27 PM

    કાવ્ય જગતનો ઉદય થય ગયો….કવિના કાવ્યથી……જય શ્રી.ઉદયાન નમ્….

  7. Sureshkumar G. Vithalani said,

    August 1, 2014 @ 6:43 PM

    Wonderful, indeed. Congratulations to Udayan Thakkar

  8. Rajnikant Vyas said,

    April 23, 2015 @ 4:08 AM

    શ્રી ઉદયન ઠક્કરનાં કાવ્યો હમેશાં મર્મ અને વ્ય્ંગથી સચોટ બને છે. રચના બહુ ગમી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment