અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.
નયન દેસાઈ

મારા હાથ – ઓક્તોવિયો પાઝ અનુ.- નલિન રાવળ

મારા હાથ
નિરાવરણ કરે છે તારા દેહ ને
આચ્છાદે છે તને અધિક નગ્નતામાં
તારા દેહમાંના દેહોને ખોલે છે
મારા હાથ
શોધે છે તારા દેહ અર્થે અન્ય દેહ

– ઓક્તોવિયો પાઝ અનુ.- નલિન રાવળ

My hands
open the curtains of your being
clothe you in a further nudity
uncover the bodies of your body
My hands
Invent another body for your body

આ પ્રકારના ઘણા કાવ્યો પાઝે રચ્યા છે તેમાંનું આ સૌથી વિખ્યાત છે. પ્રેમીનો જાદુઈ સ્પર્શ પ્રિયતમાએ અદ્યપિ કદી ન અનુભવેલા પોતાની કાયાના જ અનભિજ્ઞ સ્પંદનો ઝંકૃત કરવા સમર્થ છે. શારીરિક સંપર્કની તદ્દન અલગ જ કક્ષાએ કવિ લઇ જાય છે…….

9 Comments »

  1. nehal said,

    July 14, 2014 @ 3:58 AM

    This reminds me of a beautiful book”Elevan minutes”by Paulo Coelho. ….

  2. બાબુલાલ કે.ચાવડા said,

    July 14, 2014 @ 4:29 AM

    સ્પર્શના સંવેદનોનું સુંદર કાવ્ય.

  3. Yogesh Shukla said,

    July 14, 2014 @ 1:10 PM

    હું આ રચના ને પ્રેમ થી ભરેલી કહું કે લાગણી થી ભરેલી મને સમાજ નથી પડતી ,
    પણ રચના માં એક સંદેશો જરૂર છે,

  4. mahesh dalal said,

    July 14, 2014 @ 2:02 PM

    અરસ કલ્પ્ના

  5. himanshupatel555 said,

    July 14, 2014 @ 5:22 PM

    અનુવાદ ઠીક છે અને વધારે ‘સંસ્કૃત’ રચના થઈ છે,,

  6. હેમંત પુણેકર said,

    July 19, 2014 @ 2:42 AM

    એક પ્રયાસ મારા તરફથી પણ…

    મારા હાથ
    ઉઘાડે છે તારા અસ્તિત્વ પરના પડદા
    લપેટે છે તને વધુ નગ્નતામાં
    ખોલે છે તારા શરીરમાંના શરીરો
    મારા હાથ
    શોધી કાઢે છે તારા શરીર માટે બીજું શરીર

  7. વિવેક said,

    July 19, 2014 @ 7:51 AM

    @ હેમંત પુણેકર:

    વધુ સારો અને આસ્વાદ્ય અનુવાદ થયો છે…
    તારા અસ્તિત્વ પરના પડદાની જગ્યાએ તારા અસ્તિત્વના પડદા કર્યું હોય તો ?

  8. હેમંત પુણેકર said,

    July 20, 2014 @ 3:51 AM

    વિવેકભાઈ, આમ તો તમે કહો છો એ વિકલ્પ મૂળ રચનાની વધુ નજીક છે. મેં આવો કંઈક વિચાર કર્યો હતોઃ- કવિતાની એની પછીની પંક્તિનો સંદર્ભ સાથે રાખીને વિચારીએ તો એક વસ્તુ કાઢીને બીજીમાં લપેટવાની વાત છે અને બન્ને ક્રિયાઓ હળવેકથી થયેલી છે. પડદા અને નગ્નતા બન્ને અસ્તિત્વ-બાહ્ય વસ્તુઓ છે. ત્યારે પડદાની અસ્તિત્વથી અલગતાને અધોરેખિત કરવા જ “પરના” કર્યું. “અસ્તિત્વના પડદા” પડદાને અસ્તિત્વની થોડા વધુ નજીક લાવે છે એવું મને લાગ્યું. વળી “અસ્તિત્વના પડદા” કરતા “અસ્તિત્વ પરના પડદા ઉઘાડવા” એ શબ્દોમાં જે સૌમ્ય-વ્યંજના નિષ્પન્ન થાય છે એ કાવ્યના મૂળભૂત ભાવની સાથે સહજતાથી ભળી જાય છે એવું મને લાગ્યું.

  9. વિવેક said,

    July 21, 2014 @ 1:30 AM

    🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment