એવું કૈં કરીએ – રમેશ પારેખ
એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે
સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !
– રમેશ પારેખ
ઘણા વખતથી બધી ‘સિરિયસ’ કવિતાઓ જ હાથમાં આવે છે. ત્યાં વળી અચાનક આ રમતિયાળ ગીત પર નજર પડી. ર.પા. જ ‘ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે’ એવી વાત કરી શકે. રાત પડે ‘ઈશારો’ કરવા છાપરા પર પથ્થર ફેકવા ને બદલે કવિ તો આખો ચાંદો જ ફેકવાની વાત કરે છે. આશા રાખીએ કે કવિના (ભાવિ) સસરાની ઊંઘ ઊંડી હોય 🙂
આ ગીત સાંભળો, ટહુકો પર.
Jayshree said,
April 30, 2008 @ 3:44 PM
અરે વાહ… આ તો મારુ ખૂબ જ ગમતું ગીત…
હમણાં જ ઝરણા વ્યાસનું નવું આલ્બમ બહાર પડ્યું – નીર્ઝરી નાદ – એમાં એમણે ખૂબ જ સરસ રીતે ગાયું છે.
ગોફણમાં ચાંદો ઘાલવાની વાત તો તેમાં મને ખૂબ જ ગમી ગઇ..!!
થોડા દિવસમાં ટહુકો પર મુકીશ.. ( હવે તો મારે ગીત ટાઇપ કરવાની મહેનત પણ નહીં કરવી પડે 🙂 )
Jayesh Bhatt said,
May 1, 2008 @ 12:04 AM
સવાર સવાર મા મજા આવિ ગયઇ
મન ખુશ થૈ ગયુ
dhruv said,
May 1, 2008 @ 1:03 AM
બહુ સરસ .
ચૈતન્ય એ. શાહ said,
May 1, 2008 @ 1:19 AM
ખુબ જ સરસ
ગોફણ મા ચાંદો…..વાહ ભઈ વાહ
વિવેક said,
May 1, 2008 @ 3:08 AM
જયશ્રી,
વધુ રાહ ન જોવડાવીશ આ ગીત સંભળાવવા માટે…. નકર એક ચાંદો ગોફણમાં ઘાલી મારે પણ વીંઝવો પડશે તારે આંગણિયે…
ચાંદસૂરજ said,
May 1, 2008 @ 5:58 AM
અત્યારે તો ગોફણમાં લપેટાયેલો આ ચાંદ કયારે સ્વરાંકણનો સુરીલો સુસવાટ થઈ “ટહુકો” પર ત્રાટકે તેની પ્રતીક્ષા કરવી રહી.
pragnaju said,
May 1, 2008 @ 9:16 AM
બધાને ગમતા ગીત પર- કોમેંટમા બધાયે જ મારા મનની વાત કરી દીધી!
પ્રતીક્ષામાં આનંદ તેવો પ્રાપ્તીમાં ક્યાં?
જીવનભરનાં તોફાન ખાળી રહી છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્ર તી ક્ષા કિનારે કિનારે.
ભાવના શુક્લ said,
May 1, 2008 @ 10:31 AM
ગઈ કાલે લીલી છમ વેલી અમરેલી ને નવવધુની માફક શણગાર્યુ ને આજે આવી પુગ્યા અમરેલીના કવિ સમ્રાટ ગોફણમા ચાંદો ઘાલી!!!
નિયતિ પણ કયાક જઈ મળે જ છે.
લયસ્તરો પણ ર.પા. નુ રમતિયાળ ગીત આજ સમયે મુકવા બદલ આભાર..
બે દિવસથી મારે તો ન્યુજર્સીમા અમરેલી અમરેલી!!! થઈ રહ્યુ..
Dhruv chauhan said,
May 1, 2008 @ 12:18 PM
ખુબ સ્રસ્
mahesh dalal said,
May 1, 2008 @ 12:54 PM
મજા આવિ..ફેકવો તો પઉનમ નો ચન્દલિઓ … ભૈ વાહ્
Pinki said,
May 2, 2008 @ 1:02 AM
દાઝ ચડે એવી કે –
કોઈ કાવ્યમાં ‘દાઝ’ શબ્દ જરા કઠે એવું લાગે
પણ રમેશ પારેખને તો બધા શબ્દો ફળી ગયા લાગે છે
‘દાઝ’ પણ એવી મીઠી અને નખરાળી લાગે છે …….
સુંદર નખરાળું ગીત…….
ઊર્મિ said,
May 2, 2008 @ 9:23 AM
ગોફણમાં ચાંદો ઘાલીને પ્રિયનાં ફળિયે નાંખવવાની વાત સાચે જ રોમાંચિત લાગે છે… અને “દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ” પણ ખૂબ જ ગમ્યું…
ચાલો હવે ટહુકો પર જઈએ અને જોઈએ કે ચાંદો હજી ઉગ્યો કે નઈં…
Jayshree said,
May 3, 2008 @ 3:21 PM
વ્હાલા મિત્રો હકથી ફરમાઇશ કરે પછી એને પૂરી કરવામાં વાર લાગે? (જો કે દોસ્ત મારે ત્યાં ચાંદો ફેંકે એનો મને વાંધો નથી… 🙂 )
આ ગીત સાંભળો :
http://tahuko.com/?p=1324
c said,
May 5, 2008 @ 2:51 PM
મિત્ર અને પ્રેયસિ -કોનિ સાથે કેવુ હેત દોસ્ત મારે ચાન્દો ફેકે ને પ્રેયસિ ફેકે ?-વિચારો?
kanchankumari parmar said,
January 5, 2010 @ 3:17 AM
તણખા તારિ આંખો ના હું અમિરસ થિ ઝારુ ….દિલ કેરા દાવાનળ ને પ્રેમ રસ થિ ઠારુ…..આથિ વિશેશ બિજુ થાય શુ ?
એવું કૈં કરીએ – રમેશ પારેખ | ટહુકો.કોમ said,
February 15, 2012 @ 4:40 PM
[…] […]