– (અનામી) (સંસ્કૃત) અનુ. સુરેશ દલાલ
જ્યારે એ
મારા બાહુમાં પાછો આવશે
ત્યારે કોઈએ
કદીયે ન કરાવ્યો હોય
એવો અનુભવ કરાવીશ
જ્યાં ને ત્યાં
પ્રત્યેક સ્થળે
હું એનામાં ઓગળતી જઈશ
નવા ઘડાતા ઘડાની માટીમાં
જળની જેમ.
(અનામી)
-અનુવાદ: સુરેશ દલાલ
કેટલું સુંદર અને સચોટ પ્રેમકાવ્ય ! કોણે લખ્યું એની તો જાણ નથી પણ એનો અનુવાદ કરાવીને સુરેશભાઈએ પ્રેમીઓ પર જાણે ઉપકાર કર્યો છે.ચાક પર ગૂંદાતી માટીમાં નંખાતું પાણી પોતાનું અસ્તિત્વ ગુમાવીને માટીના કણ-કણને પલાળે છે ત્યારે એમાંથી ઘડાનું સર્જન થાય છે. જાત ન ઓગળે ત્યાં સુધી કોઈ પણ પ્રાપ્તિનો ચમત્કાર કદી શક્ય જ નથી…
ટીનું said,
April 4, 2008 @ 2:21 AM
ખરેખર વિવેકભાઇ…
એકદમ મજાનું ગીત…
કોઇના અસ્તિત્વમાં જાત ઓગાળવાની તીવ્ર ઇચ્છા થઇ જાય એવું ગીત…
jina said,
April 4, 2008 @ 2:24 AM
sorry tinu, i have to use yr words..
કોઇના અસ્તિત્વમાં જાત ઓગાળવાની તીવ્ર ઇચ્છા થઇ જાય એવું ગીત…
pragnaju said,
April 4, 2008 @ 8:40 AM
સુંદર ગીત
તેવું જ ભાવવાહી ભાષાંતર.
સંસ્કૃતમાંનુ મૂળ કાવ્ય જણાવવા વિનંતિ.
આ પ્રેમની અનૂભૂતિ- તેનામાં લય થવૂં એ ઈશ્કે હક્કની અનુભૂતિ છે.જો કે સાંસારીક પ્રેમ માટે પણ ગણીએ તો આખરે તેનાં પછી જ તે તરફ વળવાનું છે.
ધ્યાનમાં બેસતા પહેલા ગણગણાવવાની વાત-
“જ્યાં ને ત્યાં
પ્રત્યેક સ્થળે
હું એનામાં ઓગળતી જઈશ
નવા ઘડાતા ઘડાની માટીમાં
જળની જેમ”
ઊર્મિ said,
April 4, 2008 @ 9:08 AM
વાહ…..!!!!!!!!!!!!
Chiman Patel "CHAMAN" said,
April 4, 2008 @ 9:09 AM
અમને આનો આસ્વાદ કરાવવા આપનો આભાર.
સુનીલ શાહ said,
April 4, 2008 @ 9:19 AM
ખુબ સુંદર.
ભાવના શુક્લ said,
April 4, 2008 @ 10:13 AM
અદભુત્!!!!!
પ્રણયની અનુભુતિ શબ્દોમા વર્ણવવી અશક્ય છે પણ ચમત્કારો આજે પણ બને છે.
Pinki said,
April 4, 2008 @ 12:29 PM
અનરાધાર પ્રણયોર્મિને શબ્દદેહ મળ્યો…. !!
ઈશ્કેહકીકી કે ઈશ્કેઆશિકી
પ્રેમની વાત છે સમર્પણ અને ત્યાગની ….!!
Pinki said,
April 4, 2008 @ 12:31 PM
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પય’ગ’મ્બરની સહી નથી.
-જલન માતરી
headerના શેરમાં ‘ગ’ શરતચૂકથી રહી ગયો છે.
Prabhulal Tataria (dhufari) said,
April 4, 2008 @ 2:28 PM
ડૉકટર સાહેબ
તમારી નવી રજુઆત વાંચીને તમારો આ રસાવાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર
આવા જ અન્ય સંશોધન કરી સદા મળતા રહેશો એવી આશા અસ્થાને તો નથી જ ને?
બાકી આપણી આ ચાલતી મહેફીલ માટે તો એટલું જ કહી શકું
“ધુફારી” મુક્વી મહેફીલ એ મહેફીલનું અપમાન છેઃ
પણ દિલને સાથે લઇ જવું ક્યાં એટલું આસાન છે.
વિવેક said,
April 5, 2008 @ 1:30 AM
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
-જલન માતરી
પ્રિય પિંકીબેન,
આપના બારીક અવલોકન બદલ આભાર… વાચકોની આ સતર્કતા જ અમને ચોકન્ના રાખે છે.. પણ આ શેરમાં પયમ્બર શબ્દ જ બરાબર છે… કવિએ છંદ જાળવવા પયગમ્બર શબ્દના બદલે પયમ્બર શબ્દ વાપર્યો છે…
ફરીથી આભાર…
S said,
April 6, 2008 @ 2:28 AM
hhiii
Read ur mails on frindscafe mails..wanted to see what this site is all abt..but its in Gujrati language n I am a punjabi lady..:))) Well..all the best.
regards
upendra vasavada said,
April 6, 2008 @ 8:20 PM
excellent
such thinking will make life more enjoyable & long lastibg
Nilesh said,
April 10, 2008 @ 12:59 AM
આ કાવ્યમા પન્ક્તિઓ વાચતાજ પ્રેમ નિ અનુભુતિ નો એહસાસ થતો જાય . ખુબજ સરસ .
Prabhulal Tataria said,
September 30, 2008 @ 2:01 PM
શ્રી ડૉકટર સાહેબ
તમે જે બે પંક્તિ મારા માટે લખી તે બદલ ખુબ ખુબ આભર
પણ સાચી વાતએ છે કે,
ખ્વાબોમેં આકે માશુકને ઇતના નિકમ્મા કર દિયા;
વરના “ધુફારી” ભી મહેફીલમેં દો ચાર શે’ર કહ દેતે
બાકી તો
“ધુફરી”ને લાગે ચમક્તા સિતારાઓ;
જાણે આભમાં જામ્યો મુશાયરો
પ્રિતેશ પટેલ said,
May 8, 2010 @ 8:58 PM
મૂળ સંસ્કૃત કાવ્ય જણાવવા આગ્રહભરી વિનંતી…