દિલ, દીવાલો, પહાડ, રસ્તા- બસ, તિરાડો છે બધે,
કંઈ નથી એવું કે જે અકબંધ છે, શંકા નથી.
– રમેશ શાહ

આ દેશને માટે – શેખાદમ આબુવાલા

આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ

– શેખાદમ આબુવાલા

3 Comments »

  1. Pinki said,

    March 12, 2008 @ 12:38 AM

    કરુણ વાસ્તવિકતા…
    સરસ વ્યંગાત્મક મુક્તક !!

  2. pragnaju said,

    March 12, 2008 @ 9:53 AM

    ગાંધીજીના ૧૧ વ્રતો –
    જેમાં એક અહીંસા પણ છે –
    ત્યારે હાલની સ્િથતી
    -હિંસા એક વ્યાધિ થઈ ગઈ
    વાચી ગમગીની થઈ !
    નાના મુક્તકમાં
    ઘણું કહી દીધું—

  3. વિવેક said,

    March 13, 2008 @ 1:15 AM

    સાચી અને કડવી વાત..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment