આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !
નિનાદ અધ્યારુ

થાક ! – જગદીશ જોષી

હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

– જગદીશ જોષી

આ કવિના ગીતોમાં જે માધુર્ય છે તે અદ્વિતીય છે…….

5 Comments »

  1. વિવેક said,

    November 18, 2013 @ 1:49 AM

    ખૂબ જ સુંદર ગીત.,..
    જો કે ધ્રુવ પંક્તિમાં સપનાંઓ જંપતા નથી અને થાક પણ સપનાંને જ લાગે છે એ વાત જરા ખટકી… થાક પાંપણને ન લાગવો જોઈએ? જેને થાક લાગે એ તો જાતે જ જંપી ન જાય?

  2. perpoto said,

    November 18, 2013 @ 8:51 AM

    વિવેકભાઇ, આ આંખ આ સ્વ્પ્નો, આ પાંપણ આ થાક,નહીં પાછા ફરવાનો ક્યાંય રે મળે વળાંક…
    આ બધું અંતે તો મગજની ઊપજ છે…રમણ મહર્ષિ
    સુંદર ગીત….

  3. Maheshchandra Naik (Canada) said,

    November 18, 2013 @ 4:09 PM

    સરસ ગીત ………………..

  4. ravindra Sankalia said,

    November 19, 2013 @ 8:08 AM

    દરિયો ઘુઘવે અને કાઠા અવાક ખુબ સુન્દર પન્ક્તિ.

  5. Harshad Mistry said,

    November 23, 2013 @ 9:37 PM

    Beautiful.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment