કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.
મરીઝ

ગઝલ – રઈશ મનીઆર

પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે.
ઘર નથી એનું ગગન થઈ જાય છે.

પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે,
આંગણે કીર્તન ભજન થઈ જાય છે.

રાહ જોતું હોય છે પહેલું કિરણ,
ખોલતાં બારી શુકન થઈ જાય છે.

ઓસબિંદુથી નમે છે પાંદડી,
એક ટીપાનું વજન થઈ જાય છે.

ભાગતી ખુશબૂનો એ પીછો કરે,
આ હવા ત્યારે પવન થઈ જાય છે.

-રઈશ મનીઆર

આજે ઓગણીસમી તારીખે કવિ શ્રી રઈશ મનીઆરને એમના જન્મદિવસે ટીમ-લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ! शतम् जीवम् शरदः ।

ખુલતી શક્યતાઓની એક પોઝિટિવ ગઝલ… સામાન્યરીતે કવિતાને ઘેરો રંગ જ વધુ માફક આવતો હોય છે એટલે આવી વિધાયક મૂલ્ય ધરાવતી રચના હાથ લાગે ત્યારે બત્રીસે કોઠે દીવા થઈ જતા અનુભવાય…

14 Comments »

  1. હેમંત પુણેકર said,

    August 19, 2013 @ 1:59 AM

    સુંદર ગઝલ! રઈશભાઈને જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ!

  2. Rina said,

    August 19, 2013 @ 3:03 AM

    Waaahhhh
    Many happy returns of the day to Raish Sir….

  3. narendrasinh said,

    August 19, 2013 @ 4:04 AM

    રઈશભાઈને જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ! અતિ સુન્દર રચના

  4. Manubhai Raval said,

    August 19, 2013 @ 5:24 AM

    જન્મદિવસ ની શુભકામના

  5. CHANDRESH said,

    August 19, 2013 @ 6:00 AM

    જન્મદિવસ ની શુભકામના

  6. urvashi parekh said,

    August 19, 2013 @ 7:08 AM

    સરસ અને સુન્દર રચના.
    જ્ન્મદિવસ માટે ખુબ ખુબ શુભેછાઓ…..

  7. Vijay Shah said,

    August 19, 2013 @ 8:36 AM

    સુંદર ગઝલ! રઈશભાઈને જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ!

  8. Dhaval said,

    August 19, 2013 @ 8:55 AM

    ઘર નથી એનું ગગન થઈ જાય છે. – ખરી વાત છે !

    Happy Birthday !

  9. Sureshkumar G Vithalani said,

    August 19, 2013 @ 8:59 AM

    I AND MY FAMILY WISH A VERY HAPPY BIRTHDAY AND A VERY LONG, HEALTHY AND HAPPY LIFE AHEAD TO THE POET.

  10. yogesh shukla said,

    August 19, 2013 @ 2:52 PM

    વિરહમાં રાત્રે નિહાળું છુ ચંદ્રને ,
    પ્રિયતમા મારી ચાંદની થઇ જાય છે …..

  11. sandhya Bhatt said,

    August 21, 2013 @ 5:08 AM

    ખૂબસૂરત વિચારોની સુંદર અદાયગી…..વર્ષગાંઠની અનેક શુભેચ્છાઓ…

  12. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    August 24, 2013 @ 10:58 AM

    .વર્ષગાંઠની અનેક હાર્દિક શુભેચ્છાઓ ! બસ , આમજ ખૂબસૂરત હકારાત્મક વિચારો ની અભિવ્યક્તિ નો આસ્વાદ મળતો રહે એવી અપેક્ષા સહઃ

  13. heta said,

    September 6, 2013 @ 12:15 PM

    વાહ…………….

  14. PALASH SHAH said,

    April 12, 2020 @ 6:59 AM

    ભાગતી ખુશબૂનો એ પીછો કરે,
    આ હવા ત્યારે પવન થઈ જાય છે….
    ખૂબ સુંદર રચના .. રઈશ ભાઈ ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment