ઠાકોરજી – મા – હસમુખ પાઠક
એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો !
આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે ? – મેં પૂછ્યું.
જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો !
તે કેવી રીતે ?
મારી સામે જોતો હોય એમ જો !
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.
માના શબ્દથી
ઠાકોરજી મા થયા.
– હસમુખ પાઠક
હસમુખ પાઠક બહુ માર્મિક કાવ્યો માટે જાણીતા છે. થોડામાં ઘણું કહી દેવાને એમને હથોટી છે. અહીં એમણે શ્રદ્ધાના વિષય પર બહુ નાજુક વાત કરી છે. મા પરની શ્રદ્ધાના ટેકે કવિ ઈશ્વર એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરે છે – એમાં ઈશ્વર એમને ખુદ મા સ્વરૂપે જ દેખાય છે !શ્રદ્ધા તો બહુ અંદરની વાત છે. એ શંકા અને સમજણથી પર છે. મન જેને માને એ જ તમારો ગુરુ. મન જેને નમે એ જ તમારો ઈશ્વર.
Pinki said,
January 2, 2008 @ 4:45 AM
‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ’
પણ કવિ તો ઇશ્વરને જ ‘મા’ કહી બેસે છે …. !!
અદ્.ભૂત……… !!
Pragnaju Prafull Vyas said,
January 2, 2008 @ 10:58 AM
સુંદર અછાંદસ રચના
માને ભગવાન સ્વરુપ જોવાના અનેક કાવ્યો છે
મા તેરી સૂરતસે અલગ ભગવાનકી સૂરત ક્યા હોગી ?
કે હંમણા ઘણા કાર્યક્રમોમાં ગવાતું-
जन्म दाता है जो नाम जिनसे मिला,
थाम कर जिनकी ऊंगली है बचपन चला,
कांधे पर बैठ के जिनके देखा जंहा,
प्यार जिनसे मिला क्या बुरा क्या भला..?
कितने उपकार है क्या कहे..?
ये बताना ना आसान है..!
धरती पे रुप मा बाप का
उस विधाता की पहेचान है..!
ભાવના શુક્લ said,
January 2, 2008 @ 4:55 PM
બહુ જ સુંદર વાત…..
એક જાણીતી વાત એ પણ હતી કે ઇશ્વરે જ્યારે જગતનુ એકલે હાથે જતન નહિ થઈ શકે તેમ જાણ્યુ ત્યારે તેમણે આસીસ્ટન્ટ તરીકે “માતા” ને સર્જી અને ઘણો હળવો થઈ ગયો.