ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo
– નરસિંહ મહેતા
દહીં વેચવા નીકળેલી ભોળી ભરવાડણ ‘મહી લ્યો’ કહેવાને બદલે ‘લ્યો કોઈ મોરારિ’ એમ બૂમો પાડતી શેરીએ શેરીએ ફરે છે. કૃષ્ણમાં લયલીન કૃષ્ણમય ગોપીને એટલે જ મટુકીમાં દહીંના સ્થાને શ્રી હરિ નજરે ચડે છે. ગોપીનો ભક્તિભીનો ઉલ્લાસ અને અચળ પ્રભુપ્રેમ આ ઊર્મિગીતમાં સુંદર અભિવ્યક્તિ પામ્યા છે. ગોપી-કૃષ્ણ દ્વારા આત્માની પરમાત્મા સાથેની રસલીનતા પણ અહીં ભક્તકવિએ કલાત્મક રીતે સૂચવી દીધી છે.
Pragnaju Prafull Vyas said,
December 23, 2007 @ 1:54 PM
રૂપ ધ્યાન કરતા ભાવ પૂર્વક ગાશો તો તેનો અણસાર થશે
ભાવના શુક્લ said,
December 26, 2007 @ 10:57 AM
પ્રણયભીના એક ભોળા હૃદયની મનઃસ્થિતિ…..
આનાથી ઉંડી એકાત્મતા કાઈ સાધી શકાય!!!
માર ડૂબકીને તળિયે વૈભવ અપરંપાર માત્ર તારો જ.
Rajul Modi said,
January 24, 2009 @ 12:05 PM
Great Bhajan. I sused to listen this in my school days.
Greast for getting it back over here.
B.B.POPAT said,
February 16, 2009 @ 12:56 PM
ખુબ સરસ ભજન છે.મને ગમે છે,
princi bhatt said,
June 24, 2012 @ 8:30 AM
આ બહુ ખરાબ લાગેી………………
ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા – ટહુકો.કોમ said,
March 27, 2020 @ 11:43 AM
[…] આભાર : લયસ્તરો […]