શોધી શકું તો – અબુ બક અલ-તુર્તુશી (અનુ. સોનેરુ)
ચંદરવા લક્ષ જ્યોતિ તણા આભે રચાતા
ને વ્યોમની વાટ પર હું મીટ માંડું.
તારલો તવ ચિત્તે વસ્યો હશે જે, બસ, તેને શોધી શકું તો.
મુસાફર આ ખલ્કના ને એ મુલ્કના રુકે જે મારે મુકામે,
ખોજતો હું એકાદને જેહના શ્વાસે પીધી સુગંધ તારી,
મુજ પરિમલ મહીં ગંધ એ જરીક સીંચી શકું તો.
વાયરા સૂસવે દિશાઓ વીંધતા,
ને વદન પર લહેરખી એક ઝીલવા હું મથું,
એ લહરપટ પર શબ્દ તારો વાંચી શકું તો.
પથપથે ભમંતો-ઘૂમંતો હું નિરુદ્દેશે,
કો ગાનમાં ગુંજશે નામ તારું એ જ આશે;
ચોતરફ ચહેરા બધા નીરખી લઉં,
તવ નૂરને લોચન મહીં અલ્પ આંજી શકું તો.
– અબુ બક્ર અલ-તુર્તુશી (અનુસર્જન: સોનેરુ)
*
અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે વિશ્વ-પ્રવાસી તરીકે પણ ઓળખીએ છીએ. અહીં એની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખુલે છે. સમય કોઈ પણ હોય, પાત્ર કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રેમ હંમેશા જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ જ બની રહ્યો છે. વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમની તરસ એની એ જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અહીં વર્તાય છે…
*
Absence
Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.
I question travellers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.
When the wind blows
I make sure it blows in my face
the breeze might bring me
new of you.
I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.
Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.
-Abu Bakr Al-Turtushi
Eng trans.: Cola Franzen