પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?
કિરણ ચૌહાણ

પડછાયા – ઉદયન ઠક્કર

સાંજે અમે બે પાછા વળતાં ત્યારે
અમારી પાછળ સૂરજ રહેતો અને આગળ પડછાયા
પડછાયા એકમેકને અડીને ચાલતા
અમે વિચારતા કે આ બે મારા વા’લા પ્રેમમાં લાગે છે
એમની પાછળ જવાથી એમને સંકોચ થતો હશે
એવું અમને લાગેલું, પણ એ અમને ગણકારતા જ નહીં
એમને જોઈને અમે પણ ચૂપચાપ ચાલવું શીખ્યા.
પડછાયાઓ ઐતિહાસિક પાત્રોની જેમ આકર્ષક લાગતા.
આ બે સુંદર પડછાયા એકમેકને મળી આવ્યા
એ અમને વિરલ યોગ જેવું લાગતું.
પડછાયાઓ ઉપરછલ્લી બધી વિગત ભૂંસી નાખતા
અને બે જ બાતમી લઈને રજૂ થતા:

(૧) પ્રેમ કરતો એક પુરુષ (૨ ) પ્રેમ કરતી એક સ્ત્રી

– ઉદયન ઠક્કર

મનમાંથી જરૂર વગરની વિગતોને ભૂંસી નાખો, પ્રેમ ઉપસી આવશે.

13 Comments »

  1. Monal said,

    May 4, 2010 @ 10:49 PM

    ખૂબ ભાવાત્મક રચના..

  2. prful patel said,

    May 5, 2010 @ 4:17 AM

    fain verry googd

  3. prful patel said,

    May 5, 2010 @ 4:19 AM

    verry googd thuey you by
    no poit

  4. અભિષેક said,

    May 5, 2010 @ 4:32 AM

    પડછાયાઓ ઉપરછલ્લી બધી વિગત ભૂંસી નાખતા
    અને બે જ બાતમી લઈને રજૂ થતા:

    (૧) પ્રેમ કરતો એક પુરુષ (૨ ) પ્રેમ કરતી એક સ્ત્રી

    સરસ વાત કરી છે.

  5. pragnaju said,

    May 5, 2010 @ 8:15 AM

    સ રસ
    અને બે જ બાતમી લઈને રજૂ થતા:
    (૧) પ્રેમ કરતો એક પુરુષ (૨ ) પ્રેમ કરતી એક સ્ત્રી
    વાહ્
    યાદ
    સાથ મળ્યો મને આપનો – જીવનભર નીભાવજો,
    બાકી તો અંધારે પડછાયા પણ સાથ છોડી જાય છે…

  6. jigar joshi prem said,

    May 5, 2010 @ 9:22 AM

    વાહ !
    કવિતાનુઁ એક અઁગ નિરિક્ષણ અહીં ખૂબ સરસ અંકિત થયુ છે…
    એકાદ જગ્યાએ પ્રિન્ટ મિસ્ટેક છે…જે સુધારી શકાય તો ગમશે….

  7. Praveen Thaker said,

    May 5, 2010 @ 10:35 AM

    અંતરતમ વાત આટલી સાદી સચોટ રીતે કહી આપે તે જ સારી કવિતા.
    હાર્દિક અભિનંદન, ઉદયનભાઈ !

  8. kishor boricha said,

    May 5, 2010 @ 12:32 PM

    આ બે સુંદર પડછાયા એકમેકને મળી આવ્યા
    એ અમને વિરલ યોગ જેવું લાગતું.
    very good, we are filling that,
    we are one of them
    thank you

  9. ઊર્મિ said,

    May 5, 2010 @ 9:45 PM

    સુંદર અછાંદસ… એક લીટીનો આસ્વાદ તો જાણે સોને પે સુહાગા જેવો અને સ્વયં એક કવિતા જેવો લાગ્યો.

  10. minesh shah said,

    May 6, 2010 @ 1:06 AM

    સરલ સુન્દર રચના…

  11. વિવેક said,

    May 7, 2010 @ 8:14 AM

    ત્રણ દિવસથી આ કવિતા વાંચી વાંચીને પાછો વળી જાઉં છું…

    આજે એક જ શબ્દ કહીશ:

    અદભુત!!

  12. Pancham Shukla said,

    May 8, 2010 @ 5:06 AM

    એક સામાન્ય અવલોકનનું આગવું ચિત્રાત્મક ચિંતન…… અભિવ્યક્તિની તાજગી……

  13. udayan thakker said,

    May 9, 2010 @ 1:04 AM

    Pl correct 1word.Line 5 should be-EMNI PACHAL JAVATHI EMNE SANKOCH THATO HASHE.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment