આ બ્લોગ વિષે

અમે મિત્રો, મનને ગમી ગયેલી અને દિલને અડી ગયેલી ગુજરાતી કવિતાઓ બધા માણી શકે એ માટે આ બ્લોગ ચલાવીએ છીએ. આ બ્લોગ પર દર અઠવાડિયે પાંચ થી સાત કવિતાઓ મૂકીએ છીએ. તમને ગમતી કવિતા તમે અમને મોકલશો તો એ પણ અહીં પ્રસ્તુત કરીશું. કવિતાઓ અને આ બ્લોગ વિષે આપના અભિપ્રાય-કોમેન્ટ્સ સદા આવકાર્ય છે.

Dhaval Shah Portrait
તીર્થેશ મહેતા
સુરત, ભારત
સંપર્ક: ttheg at hotmail dot com

જન્મભૂમિ, કર્મભૂમિ અને પ્રાણાધિકપ્રિયભૂમિ સુરત. કાવ્યસહિતના મોટાભાગના સાહિત્યપ્રકારો માટે બાળપણથી જ માન અને પ્રેમ. સાહિત્ય સાથેનો કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર લોહી ઉકાળી મૂકે. સાહિત્ય સિવાયનો બીજો શોખ રખડવાનો.

———————————————————————-
Dr.Vivek Tailor Portrait
વિવેક ટેલર
આયુષ્ય મેડી-કેર  હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર,
47, સ્વીટી સૉસાયટી,
ભટાર રોડ,
સુરત, ભારત.
સંપર્ક: dr_vivektailor at yahoo dot com
ટેલિ.: 91-261-2234030/1/2

મારો જન્મ સુરતમાં, અભ્યાસ અને હવે કાર્યક્ષેત્ર પણ સુરત જ. વ્યવસાયે તબીબ. તોયે પુસ્તક એ મારો પ્રથમ પ્રેમ. કવિતા મારી અહર્નિશ પ્રેયસી. પાંચમા ધોરણથી શબ્દોને શ્વાસમાં કંડારવાની શરૂઆત કરી એ પછી આજ દિન લગી વારંવારના અલ્પવિરામ છતાંય આ શ્વાસ અટક્યાં નથી. લખવાં અને વાંચવાને લોહીવટો આપું તો ફક્ત ખોળિયું રહે. આ સિવાય જૂનાં હિન્દી ગીતો અને ગઝલો સાંભળવાં, ફોટોગ્રાફી, પ્રવાસ કરવો, મિત્રો બનાવવા અને ખાસ તો જાળવવાં મને પ્રિય.

———————————————————————–
Dhaval Shah Portrait
ધવલ શાહ
એટલાન્ટા,યુ.એસ.એ.
સંપર્ક: mgalib at hotmail dot com

જન્મે અને મનથી સુરતી. પણ આજે દુનિયાના બીજા ખૂણે મુકામ છે. જીવનની લગભગ બધી જરૂરીયાતો માટે હવે અંગ્રેજી વાપરું છું, પણ કવિતાઓ બીજી કોઈ ભાષામાં ગળે ઊતરતી નથી ! કાવ્ય નામથી જ ભાવે. એમાંય વળી ગઝલ પ્રત્યે વધારે પક્ષપાત. કાવ્ય સિવાય મારો બીજો શોખ છે ફોટોગ્રાફી.

———————————————————————–