વરસાદ થાય રોજ સમંદર ઉપર અને
કોઈ નદી એ જોઈને પાછી નહીં વળે !
ભરત વિંઝુડા

ચાલશે – સુનીલ શાહ

અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.

જે બતાવે, હોય કેવળ સત્ય તો,
આયનો નાનો હશે તો ચાલશે.

પર્ણ લીલું હોય કે પીળું, ફકત,
ડાળથી નાતો હશે તો ચાલશે.

સહેજપણ હો છાંયડાની શક્યતા,
માર્ગમાં તડકો હશે તો ચાલશે.

મેળવું જો જાત રાખીને અખંડ,
રોટલો અડધો હશે તો ચાલશે.

ખુદને મળવા શું વધારે જોઈએ..?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.

આખું સરનામું ન આપો, કાંઈ નહિ,
વહાલનો નકશો હશે તો ચાલશે.

– સુનીલ શાહ

સ્વાભિમાનના ભોગે સોનાની લંકા મળે તોય નકામી… રોટલો ભલે અડધો જ હોય પણ જાત તોડ્યા વિનાનો હોવો જોઈએ એ મતલબનો હાંસિલે-ગઝલ ગણી શકાય એવો આ શેર ગૂંઠે બાંધી શકીએ તો ઘણું.

 

16 Comments »

 1. Rina said,

  October 7, 2011 @ 1:27 am

  જે બતાવે, હોય કેવળ સત્ય તો,
  આયનો નાનો હશે તો ચાલશે…

  મેળવું જો જાત રાખીને અખંડ,
  રોટલો અડધો હશે તો ચાલશે.

  ખુદને મળવા શું વધારે જોઈએ..?
  ઘરનો એક ખૂણો હશે તો ચાલશે……
  વાહ….

 2. neerja said,

  October 7, 2011 @ 1:30 am

  good one.

 3. Deval said,

  October 7, 2011 @ 2:21 am

  જે બતાવે, હોય કેવળ સત્ય તો,
  આયનો નાનો હશે તો ચાલશે.

  મેળવું જો જાત રાખીને અખંડ,
  રોટલો અડધો હશે તો ચાલશે.
  vaah…thanx for sharing 🙂

 4. મીના છેડા said,

  October 7, 2011 @ 3:19 am

  સરસ

 5. Kiran Panchal said,

  October 7, 2011 @ 3:28 am

  મેળવું જો જાત રાખીને અખંડ,
  રોટલો અડધો હશે તો ચાલશે.
  that quote is really amazing……

 6. Rakesh Thakkar, Vapi said,

  October 7, 2011 @ 5:15 am

  દરેક શેર દમદાર.
  મેળવું જો જાત રાખીને અખંડ,
  રોટલો અડધો હશે તો ચાલશે.

 7. nilam doshi said,

  October 7, 2011 @ 9:11 am

  saras gazal..enjoyed

 8. pragnaju said,

  October 7, 2011 @ 10:56 am

  મઝાની ગઝલ
  આ શેર વધુ ગમ્યો
  જે બતાવે, હોય કેવળ સત્ય તો,
  આયનો નાનો હશે તો ચાલશે.
  પ્રતિબિંબ તો આભાસી જ બતાવે પછી તે નાનો હોય કે મૉટો
  અને
  અહંકારનૂં પ્રતિક…હોય તો અને ત્યાગે તો પણ !
  ખુદને મળવા શું વધારે જોઈએ..?
  ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.
  ધન્યવાદ
  આ ખુદ્દ્દારીભર્યા શેર માટે
  આ સમજાય તો વિશ્વપ્રશ્ન ઊકલી જાય !

 9. Sandhya Bhatt said,

  October 7, 2011 @ 12:04 pm

  ખૂબ સરસ ગઝલ…બધા જ શેર સરસ થયા છે.

 10. Dhruti Modi said,

  October 7, 2011 @ 3:51 pm

  દરેક શે’ર ઉત્તમ બન્યા છે, સરસ ગઝલ.

 11. ડૉ.મહેશ રાવલ said,

  October 7, 2011 @ 10:25 pm

  સરસ અને ખુમારીસભર વાત લાવ્યા ગઝલમાં સુનીલભાઇ….
  અભિનંદન.

 12. Govind maru said,

  October 8, 2011 @ 6:23 am

  ખુબ જ સરસ ગઝલ…

 13. shantilal bauva said,

  October 8, 2011 @ 8:33 am

  ંહવે લાગે છે કે ઁગુજરાતીઁ જીવી જશેઃ.
  પછી ભલે બ્લોગમા હોય તો પણ ચાલશેં

 14. Sudhir Patel said,

  October 8, 2011 @ 11:30 am

  સુંદર ગઝલ!

 15. saeed mansuri said,

  October 10, 2011 @ 12:59 pm

  બધા શેરો ઘણાજ સરસ
  ખુદને મળવા શું વધારે જોઈએ..?
  ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.
  માણસને દુનિયામાં કેટલું જોઈએ
  આ શેર ઘણું બધું કહી જાય છે

 16. nilam doshi said,

  October 11, 2011 @ 11:48 am

  સરસ મજાનેી ગજ્હલ્..

  વાહ્..વાહ્. અભિનઁદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment