હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
કલાપી

ચર્ચા ન કર – ડૉ. મહેશ રાવલ

વીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કર
સપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર

લોકો ખુલાસા માંગશે, સંબંધનાં
તેં આચરેલા છળ વિષે, ચર્ચા ન કર

ચર્ચાય તો, ચર્ચાય છે સઘળું, પછી
તું આંસુ કે અંજળ વિષે ,ચર્ચા ન કર

એકાદ હરણું હોય છે સહુમાં, અહીં
તું જળ અને મૃગજળ વિષે, ચર્ચા ન કર

જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
અમથી, અસતનાં બળ વિષે, ચર્ચા ન કર

– ડૉ. મહેશ રાવલ

આભાર, સુનીલ.

2 Comments »

 1. UrmiSaagar said,

  April 17, 2007 @ 12:45 pm

  જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
  અમથી, અસતનાં બળ વિષે, ચર્ચા ન કર

  એકદમ હાચ્ચું !!

  ખુબ જ સુંદર ગઝલ! આભાર ધવલભાઇ…

 2. Keval B. Vala said,

  April 19, 2007 @ 1:03 am

  વાહ વાહ,

  સાથે વીતાવેલી તે એક પળ ચર્ચાને લાયક છે.

  ના તમે કાઈ બોલ્યા ,ના અમે કાઈ બોલ્યા…
  બન્ને વચ્ચે હતુ જે મૌન .. ચર્ચાને લાયક છે.

  પ્રેમ સૌ કરે,અમે નિભાવેલિ આ રિત,ચર્ચાને લાયક છે.
  ગઝલ તો સૌ લખે, તમે લખેલિ અ ગઝલ,ચર્ચાને લાયક છે.

  it took me half our to write this..
  I am the best … I m the best..

  Wah wah Keval wah…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment