આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.
મનહરલાલ ચોક્સી

યાચે શું ચિનગારી ? – ન. પ્ર. બુચ

[ ભૈરવી-તીનતાલ ]

યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.

ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.

ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.

ન. પ્ર. બુચ

સ્વ. હરિહર પ્રા.ભટ્ટના એક જ દે ચિનગારી નું પ્રતિકાવ્ય. કવિએ આને પ્રત્યુત્તર કાવ્ય કહ્યું છે!

(ટાઇપ કરીને મોકલવા માટે અમદાવાદથી શ્રી.જુગલકિશોર વ્યાસ નો આભાર.)

4 Comments »

 1. વિવેક said,

  November 10, 2006 @ 5:51 am

  શ્રી હરિહર ભટ્ટના મૂળ કાવ્યની લિન્ક આ મુજબ છે:

  http://layastaro.com/?p=97

  સુરેશભાઈ, અહીં મહાનર નહીં, મહાનલ આવશે….

 2. ધવલ said,

  November 10, 2006 @ 12:28 pm

  પ્રતિકાવ્યોની ગુજરાતીમાં પોતાની પરંપરા છે. આ એનું સરસ ઉદાહરણ છે. મુકુલ ચોકસીએ કેટલાંક સરસ પ્રતિકાવ્યો રચેલા. જ્યોતિન્દ્ર દવે વિષે કહેવાય છે કે એ એમના સમકાલીનોની કવિતાઓ પર વાતવાતમાં પ્રતિકાવ્યો રચી કાઢતા. આ પરંપરા ઘસાતી જાય છે એ ખોટું છે. પ્રતિકાવ્યો મૂળ કાવ્યની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. વચ્ચે ક્યાંક કલાપીના કાવ્ય ‘રે પંખીની ઉપર પથરો ફેંકતા…’ પરથી રચેલું ‘રે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો !’… કદાચ નિર્મિષ ઠાકરનું લખેલું… એ પણ સરસ હતું. કોઈની પાસે હોય તો મોકલશો.

  મૂળ કાવ્યની નીચે જુગલકિશોરભાઈને કોમેંટ મૂકી છે એ પણ જોશો – http://layastaro.com/?p=97#comment-1042

 3. FunNgyan.com » કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉઠાંતરીનો આક્ષેપ said,

  August 3, 2009 @ 2:20 am

  […] ૩. હરિહર ભટ્ટના ‘એક જ દે ચિનગારી’ પરથી ન. પ્ર. બુચનું પ્રતિકાવ્ય યાચે શું ચિનગારી? […]

 4. Dhiren buch said,

  December 1, 2010 @ 9:50 pm

  આવો શુન્દર જવાબ ફક્ત એક નાગર જ આપે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment