જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી,
ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી.
રઈશ મનીઆર

(માણસ જેવો માણસ છું) -ભગવતીકુમાર શર્મા

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું.
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં,
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.

-ભગવતીકુમાર શર્મા

કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સારો નથી અને કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. જેમ કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સુખી નથી હોતો અને કોઈ પણ માણસ પૂરેપુરો દુ:ખી નથી હોતો. માણસ એટલે જ અધૂરપ. આ અધૂરપની પણ એક મધુરપ છે.  વિરોધી તત્વો વચ્ચે એ જીવે છે. ક્યારેક એનામાં હિટલર અને ગાંધીજી બંને હોય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન સાથે સાથે હોય છે. એ જેટલો કોમળ હોય છે એટલો કઠોર હોય છે. રજનીશજીએ નમસ્કારનો એક અર્થ એવો આપ્યો કે આપણે બે હાથ જોડીએ છીએ એનો અર્થ એવો કે આપણે આપણી વિરોધીવૃત્તિ સાથે, આ વિરોધીવૃત્તિને શમાવીને કોઈકને નમસ્કાર કરીએ છીએ અને સામાની વિરોધીવૃત્તિનો પણ સ્વીકાર કરીએ છીએ.  માણસ એટલે જ દ્વંદ્વ. ક્યારેક એ જીભથી બોલે છે અને ક્યારેક એ જીવથી બોલે. ક્યારેક એ ન પણ બોલે અને ક્યારેક એ ન બોલવાનું પણ બોલે. એ કોમળ છે, કાંટાળો છે, પોચટ છે અને પથરાળો છે. એ ધારે તો મુલાયમ થઈ શકે અને કઠોર અને નઠોર પણ રહી શકે.  આકાશમાં ઊડવાનો એને થાક ન લાગે, પણ ધરતી પર તરફડતો હોય. એને ઘાયલ થતાં વાર નથી લાગતી અને પાંખ સાથે ઊડતાં એને મુશ્કેલી નડતી નથી. સુખ અને દુ:ખ બંને એકી સાથે અનુભવી શકે. આંખમાં આંસુ હોય અને છતાં હોઠ પર સ્મિતનો ઝબકારો હોય.  (-સુરેશ દલાલ)

દિવ્ય-ભાસ્કરમાં સુ.દ. દ્વારા આ ગઝલનો સંપૂર્ણ આસ્વાદ અહીં વાંચી શકો છો…

16 Comments »

 1. રાજની ટાંક said,

  May 5, 2010 @ 10:50 pm

  ભગવતીકુમાર શર્માની ખુબ જ સરસ ગઝલ.માણસની ઓળખાણ ખુજ સરસ આપી.

  “માણસ માત્ર ભૂલને પાત્ર”..જે માણસે જીવનમાં ભૂલ નથી કરી, તેણે જીવનમાં કશુ નથી કર્યુ.

 2. ડૉ.મહેશ રાવલ said,

  May 6, 2010 @ 12:11 am

  મુ.શ્રી ભગવતીકાકાની કલમે માણસના ‘ગુણ’ શોધી-શોધીને માણસ પાસે જ બોલાવડાવ્યું કે હું આ આ છું….!!!!
  આમ તો માણસને માણસની સામે મૂકો, એટલે માણસ હોય એવો વરતાવા માંડે.
  અહીં કવિએ માણસને સરસરીતે નખશિખ ઉધાડ્યો છે.

 3. સુનીલ શાહ said,

  May 6, 2010 @ 6:43 am

  મારી પ્રિય ગઝલોમાંની એક..

 4. pragnaju said,

  May 6, 2010 @ 7:32 am

  ગમતી ગઝલના આ શેર ખૂબ ગમે છે
  ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
  ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.
  શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
  ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.
  એ ભીનો પણ હોઈ શકે અને તડકાળો પણ હોઈ શકે. મરણની વચ્ચોવચ્ચ એની જિજીવિષા પ્રબળ હોઈ શકે. શ્વાસોની એને મનભર માયા છે અને પળેપળનો એ તરગાળો છે. એ સહજ પણ હોઈ શકે અને અભિનયલક્ષી પણ હોઈ શકે.
  તેમનો જ આ શેર યાદ આવ્યો
  ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
  અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.
  મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
  હતા આપણે મૂળ તડકાના માણસ.
  થોડા સમય પહેલા ત્રણ ફૂટ સ્નો વચ્ચે હતા ત્યારે વાત સહજ સમજાઈ હતી.

 5. વિહંગ વ્યાસ said,

  May 6, 2010 @ 8:19 am

  મનુષ્યનાં તમામ પાસાને આવરી લેતો સચોટ ઍક્સ-રૅ.

 6. વિવેક said,

  May 6, 2010 @ 9:29 am

  સુંદર ગઝલ…

  અમે આંધી વચ્ચે તણખલાના માણસ યાદ આવ્યા વિના નહીં જ રહે…

 7. Satish Dholakia said,

  May 6, 2010 @ 11:35 am

  ભગવતિ કુમર નિ કસયેલ કલમ નો સુન્દર આસ્વાદ !

 8. chetu said,

  May 6, 2010 @ 6:32 pm

  ખરે જ – માણસ નો એકસરે ..!! ભિતરનેી ઝાન્ખેી ..!! સુન્દર ગઝલ ..

 9. Pinki said,

  May 7, 2010 @ 5:57 am

  ઓહ્..

  આ પણ મનને ગમી ગયેલી ગઝલ…

  હમણાં જ ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે !

  વૅબ પર ફરીથી વાંચવી પડશે બીજું શું ?!! 🙂

 10. Pancham Shukla said,

  May 8, 2010 @ 5:02 am

  માણસ વિશેના અનેક મનનીય કાવ્યોમાંનું એક.

 11. Pancham Shukla said,

  May 8, 2010 @ 5:03 am

  માણસ વિશે મને ગમતું બીજું એક કાવ્ય….

  http://dhaivat.wordpress.com/2008/06/26/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AB%87-%E0%AA%B9%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8-%E0%AA%9B%E0%AB%81%E0%AA%82/

 12. rakesh said,

  May 10, 2010 @ 12:59 pm

  wah.
  after that poem undrestand the word manas.
  some same words for my diary after this poem.
  ” Zanzavato na saher ma disha lai ne faru chu,
  manas chu ne? lagni lai ne faru chu.”

 13. chandresh mehta said,

  August 17, 2010 @ 11:29 am

  ઉપર બેઠો ઇશ્વર હસતો દેખિ માનવ લિલા અ
  મે તો સિચ્યુ તુ અમ્રુત ને મનવ કા ઝેરિલા ???

 14. chandresh mehta said,

  August 17, 2010 @ 11:34 am

  andhkar ma ogali jais , padchhayo chhu.
  bhale muflis, pan, ishvar no hevayo chhu.

  “hevayo” e pure kathiyavadi word che aata.
  “aata” whats that?

 15. Deepak Vadgama said,

  March 27, 2012 @ 1:21 am

  શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
  ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.

  ખૂબ સુન્દર્. કોઇકે કહ્યુ છે કે જિન્દગી નાટક છે તો અભિનેતા માણસ છે.

 16. Deepak Vadgama said,

  March 27, 2012 @ 1:23 am

  શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
  ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.

  ખૂબ સુન્દર્. કોઇકે કહ્યુ છે કે જિન્દગી નાટક છે તો તરગાળો (અભિનેતા) માણસ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment