તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.
ગની દહીંવાલા

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

કાં અધૂરી છોડ, અથવા…
વાત પૂરી જોડ, અથવા…

ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા…

રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા…

નામ કે ઉપનામ માટે,
જિંદગીભર દોડ, અથવા…

છે સખત એ તારવી લૈ,
પળના મોતી ફોડ, અથવા…

હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા…

જે નિયમનો ભાર લાગે,
બે-ધડક એ તોડ, અથવા…

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક રદીફ ગઝલ અને ગઝલકારની શક્તિનો પૂરેપૂરો નિચોડ કાઢી લે એવી હોય છે. આ ટૂંકી બહેરની ગઝલ એવી જ એક પરીક્ષા છે.  અથવા જેવી અડધેથી છૂટી જતી રદીફ વાપરવી, નિભાવવી અને એક જ વાક્યમાંથી બે વાક્ય જન્માવવાનો સફળ પ્રયોગ કરવો એ સોયની અણી પર બેસીને કવિતા લખવા જેવું કામ છે. દરેક અથવા પછી એક નહીં લખાયેલું વાક્ય આખેઆખું વાંચી શકાય છે… કવયિત્રીને સો સો સલામ !

17 Comments »

 1. ડૉ.મહેશ રાવલ said,

  October 9, 2010 @ 2:19 am

  સરસ અને માર્મિક ગઝલ થઈ છે લક્ષ્મીબેન…
  અભિનંદન.
  આમ તો આ ગઝલને અથવા ગઝલ જ સંબોધવી જોઇએ…! રદિફ એટલી સરસરીતે ઓગળ્યો છે.
  આ બન્ને શેર વધુ ગમ્યા….

  ત્યાંથી સમજણ થાય પગભર,
  જ્યાંથી આવે મોડ, અથવા…

  જે નિયમનો ભાર લાગે,
  બે-ધડક એ તોડ, અથવા…

 2. Kirtikant Purohit said,

  October 9, 2010 @ 3:31 am

  ખરેખર, લક્ષ્મીબેન તરફથી મળેલી સરસ ગઝલ. વાહ…ટુન્કી બહરનુ સુઁદર નક્શીકામ.

 3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  October 9, 2010 @ 8:34 am

  સ ર સ !

 4. Bharat Trivedi said,

  October 9, 2010 @ 8:48 am

  ટૂંકી બહેરની આ ગઝલ નયન દેસાઈની ” માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે…”ની યાદ અપાવી ગઈ! એક સાવ ટૂંકી બહરની તો બીજી ખાસ્સી લંબાવેલી બહરની ગઝલ પણ વાત કહેવાની અદામાં કેવું સામ્ય જોવા મળે છે!

  -ભરત ત્રિવેદી

 5. urvashi parekh said,

  October 9, 2010 @ 8:53 am

  ખુબજ સરસ રચના.
  અભીનન્દન. લક્ષમીબેન.

 6. preetam lakhlani said,

  October 9, 2010 @ 11:21 am

  સદી આખી ખંડેર મોંહે-જોના,
  મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
  વિવેક મનહર ટેલર
  સ્…ર્…સ્….

 7. dhrutimodi said,

  October 9, 2010 @ 3:13 pm

  ખરેખર કસોટી કરે ઍવા રદીફ સાથે ગઝલને સાંગોપાંગ પાર ઉતારવી ઍ મોટું કામ છે અને લક્ષ્મીબેને કુશળતાપૂર્વક ગઝલને પાર ઉતરી છે. અભિનંદન.

 8. વિહંગ વ્યાસ said,

  October 10, 2010 @ 12:27 am

  સુંદર ગઝલ. બખુબીથી રદીફ નિભાવ્યો છે. અભિનંદન.

 9. Sandhya Bhatt said,

  October 10, 2010 @ 4:57 am

  ‘અથવા’ રદીફથી ગઝલને એક અનોખું પરિમાણ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન.

 10. dr ashok jagani said,

  October 10, 2010 @ 10:58 pm

  આ લક્ષ્મિબેન નો ઇન્તર્વ્યુ ડિડિ ગુજરતિ પર મ જોયો ચ્હે .

 11. Deval said,

  October 10, 2010 @ 11:28 pm

  aa raddiff sathe ni gazal me pehli vaar vanchi…maja padi lakshmi ji…thanx ane vivek ji ne pan thanx… 🙂

 12. kantibhai kallaiwalla said,

  October 11, 2010 @ 1:07 am

  The words of the creations are speaking to the person of understanding in such a nice way that the listner can enjoy talking with the words in bestway. i do not have much knowledge of art and therefore i can not give my opinion in form of expert Radif and Kafia knowlegable man.

 13. Nayan Shah (Anami) said,

  October 11, 2010 @ 1:20 pm

  વિવેક ભાઈ… આ ક વિની બીજી રચના ઓ મુક્વા વિન્નતી…

 14. mahendra said,

  October 12, 2010 @ 2:13 am

  હા, લગાવી લે હવે તું,
  શૂન્ય માટે હોડ, અથવા…

  જે નિયમનો ભાર લાગે,
  બે-ધડક એ તોડ, અથવા…ખુબજ સરસ

 15. kishoremodi said,

  October 12, 2010 @ 9:31 am

  ટૂંકી બહેરમાં અથવા જેવો મુશ્કેલ રદીફમાં કહેવાયેલી ખુબ જ સુંદર ગઝલ

 16. Pinki said,

  October 12, 2010 @ 12:19 pm

  અથવા…. રદીફની અંતે –
  જાણે કે એક નવો શેર અદ્રશ્યપણે દ્રશ્યમાન થાય છે.

 17. Manoj Shukla said,

  June 1, 2011 @ 11:07 pm

  ખુબ સુંદર હું કહું કે
  સુંદરેત્તર કૈ કહુ હું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment