દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.
રઈશ મનીઆર

ગઝલને આંગણે – અહમદ ‘ગુલ’

શબ્દ પણ જડ છે ગઝલને આંગણે,
ક્યાંક ગડબડ છે ગઝલને આંગણે.

તીર તાકીને ઊભો છે પારધી,
પાંખ ફડફડ છે ગઝલને આંગણે.

ફૂલ કાંટાને જરા અળગા કરો,
એ અડોઅડ છે ગઝલને આંગણે.

એટલે તો આ ઝરણની થઈ નદી,
આંસુ દડદડ છે ગઝલને આંગણે.

કંઈ અમંગળ સમ થવાનું છે જરૂર,
આંખ ફડફડ છે ગઝલને આંગણે.

પીળું પીળું પીળું પીળું થઈ ગયું,
પાન ખડખડ છે ગઝલને આંગણે.

શબ્દના તંબુ બધાં સળગી જશે,
સૂર્ય ભડભડ છે ગઝલને આંગણે.

કોઈ સમજાવે મને ‘ગુલ’ આટલું,
કેમ ચડભડ છે ગઝલને આંગણે.

-અહમદ ‘ગુલ’

ગઝલના વિષય પર લખાયેલી એક વધુ ગઝલ… સંગીતમય કાફિયાના કારણે ગઝલનું આ આંગણું વધુ રળિયામણું બન્યું હોય એવું નથી લાગતું?

4 Comments »

 1. Pravin Shah said,

  June 20, 2008 @ 6:30 am

  એક સુંદર ગઝલ!
  સાચે જ શબ્દો જડ હોય છે, શબ્દકોશમાંથી ગઝલ શોધી જડતી નથી.
  શબ્દોના ઊર્મિ, ઉમંગ, તડપ, તરસ, ઉન્માદ વગેરે જ્યારે હૃદયને
  સ્પર્શે છે ત્યારે એજ શબ્દો ગઝલનું રુપ લે છે.

  કવિઓ બધા ભેગા થયા છે ગઝલને આંગણે,
  તેથી જ તો ચડભડ છે આજે ગઝલને આંગણે!

 2. mrugesh said,

  June 20, 2008 @ 7:35 am

  ક્યાંક ગડબડ છે ગઝલને આંગણે………..

  શબ્દના તંબુ બધાં સળગી જશે,
  સૂર્ય ભડભડ છે ગઝલને આંગણે…………

  વાહ …… શુ સુન્દર રમત છે, શબ્દોની….

 3. pragnaju said,

  June 20, 2008 @ 8:46 am

  મઝાની ગઝલ
  શબ્દના તંબુ બધાં સળગી જશે,
  સૂર્ય ભડભડ છે ગઝલને આંગણે.
  … ત્યાં ખૈયામ પણ કામ નહીં લાગે!. ખૈયામનો એટલે તંબુ સીવનાર !
  સાચા અર્થમાં ગઝલ કોઈ પણ બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. જીવવાનો અહેસાસના છે.ત્યાં શબ્દની જડતા સાચેજ ચડભડ છે

 4. ધવલ said,

  June 20, 2008 @ 10:23 am

  સરસ ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment