જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મહેકતી હવાઓમાં કંઈક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપી ને, લ્યો અમે તો આ ચાલ્યા
તુષાર શુક્લ

ઝેન કવિતા

In my daily life there are no other chores than
Those that happen to fall into my hands.
Nothing I choose, nothing reject.
Nowhere is there ado, nowhere a slip.
I have no other emblems of my glory than
The mountains and hills without a spot of dust.
My magical power and spiritual exercise consists in
Carrying water and gathering firewood.

રોજીંદા જીવનમાં મારા બીજા કોઈ ખાસ કામ નથી
સિવાય કે જે અનાયાસે મારા હાથે ચડે.
ન તો હું કંઈ પસંદ કરું છું,કે ન તો નાપસંદ.
કશે કોઈ ધાંધલ નથી, ન તો કોઈ ચૂક.
મારા પ્રભાવનું અન્ય કોઈ ચિહ્ન નથી સિવાય કે
અણીશુદ્ધ પર્વતો અને ટેકરીઓ…
મારી ચમત્કારિક શક્તિઓ અને આધ્યાત્મિક અભ્યાસ
રહેલા છે
પાણી ભરી લાવવામાં અને બળતણ એકઠું કરવામાં.

– Pang Chu Shih

ઝેન કવિતા છે પણ કવિ ઝેન સાધુ નથી. આ કાવ્યનો રચનાર સામાન્ય ગૃહસ્થ હતો પરંતુ તેના ગુરુએ તેને ‘સવાયો ઝેન સાધુ’ કહી નવાજેલો. તે એક સામાન્ય કઠિયારો હતો. ગુરુ તેની પાસે પોતાના ઘણા શિષ્યોને મોકલતા. તે તેઓને કશું જ શીખવતો નહિ,માત્ર પોતાની સાથે કામમાં જોતરી દેતો. અકળાઈને કોઈક શિષ્યે જયારે એનું બહુ જ માથું ખાધું ત્યારે તેણે જવાબમાં આ કાવ્ય સંભળાવેલું.

એવી કલ્પના કરીએ કે આ ક્ષણ આપણા જીવનની અંતિમ ક્ષણ છે અને આપણે આપણા જીવનનો ટૂંકસાર કહેવાનો છે…….પછી આ કાવ્ય વાંચો….

8 Comments »

 1. વિવેક said,

  January 12, 2014 @ 2:52 am

  Simple yet powerful!

  🙂

 2. B said,

  January 12, 2014 @ 4:41 am

  Short, sweet and so powerful.

 3. perpoto said,

  January 12, 2014 @ 10:59 am

  ઝેન ,બુધ્ધના દર્શન અને લાઓત્સેના તાઓનુ અનેરું મિશ્રણ છે.
  એમ કહી શકાય ઝેનનુ બીજ ભારતમાં રોપાયું,વૃક્ષ ચીનમાં ખીલ્યું,અને ફુલ જાપાનમાં ઊગ્યાં.
  ઝેન વિષે ઘણી રસપ્રદ વાતો છે,તે ઇશ્વરમાં માનતો નથી.માણસે કશું મેળવવાનુ નથી,તેની અંદર જ છે,સહજ જિવન જીવવાનુ છે.પણ માણસ મંડ્યો છે ,મગજ પર મુસ્તાક .
  ઝેન કોઆન વિશે પણ લખાવું જોઇએ.
  અસ્તુ.

 4. Dr Tirthesh Mehta said,

  January 12, 2014 @ 12:07 pm

  Next time I will post a koan.

 5. ધવલ said,

  January 12, 2014 @ 1:09 pm

  સરસ !

 6. mahesh dalal said,

  January 14, 2014 @ 1:57 pm

  સાદિ…પણ ઘણૂ કહિ જાય ચ્હે.

 7. jahnvi antani said,

  January 20, 2014 @ 5:58 am

  રોજીંદા જીવનમાં મારા બીજા કોઈ ખાસ કામ નથી
  સિવાય કે જે અનાયાસે મારા હાથે ચડે.
  ન તો હું કંઈ પસંદ કરું છું,કે ન તો નાપસંદ.
  કશે કોઈ ધાંધલ નથી, ન તો કોઈ ચૂક.
  મારા પ્રભાવનું અન્ય કોઈ ચિહ્ન નથી સિવાય કે
  અણીશુદ્ધ પર્વતો અને ટેકરીઓ…
  મારી ચમત્કારિક શક્તિઓ અને આધ્યાત્મિક અભ્યાસ
  રહેલા છે
  પાણી ભરી લાવવામાં અને બળતણ એકઠું કરવામાં.

  – Pang Chu Shih………… anuvad aapno che ne?? @vivekbhai…. so touchy.. 🙂

 8. વિવેક said,

  January 21, 2014 @ 12:46 am

  @ જ્હાનવી અંતાણી:

  આ અનુવાદ અમારા મિત્ર અને લયસ્તરોના સહ-સંપાદક ડૉ. તીર્થેશ મહેતાએ કર્યો છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment