દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કલાપી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અનિરુદ્ધસિંહ ગોહિલ

અનિરુદ્ધસિંહ ગોહિલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

પ્રેમ સર્વસ્વ છે -અનિરુદ્ધસિંહ ગોહિલપ્રેમ સર્વસ્વ છે -અનિરુદ્ધસિંહ ગોહિલ

અન્ય સૌ હ્રસ્વ છે.
પ્રેમ સર્વસ્વ છે.

સાદગી એમનું,
આગવું અસ્ત્ર છે.

ધ્યાનથી વાંચજે,
એમનો પત્ર છે.

બાહ્ય ખેચાંણ તો,
માત્ર અંધત્વ છે.

દેખ કાં શાખને?
મૂળમાં તત્વ છે.

કોણ તું ? કોણ હું ?
એજ તો પ્રશ્ન છે.

– અનિરુદ્ધસિંહ ગોહિલ

(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા)

વાંચતાવેંત ગમી જાય એવી ટૂંકી બહેરની ગહન ગઝલ…

Comments (13)