રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ
કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ
ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ
ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
-રમેશ પારેખ
ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.
રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ!
સોનલ 1
સોનલ 2
Anonymous said,
May 21, 2006 @ 9:47 AM
Ghana samay thi aa kavita shodhto hato, je aaje puri thai.Aapno khoob khoob aabhar.
Ramesh Parekh nu vyaktitva j ewu hatu, ke jetlu vaanchiye,tetlu kaink navin samajhva made.
Siddharth said,
May 22, 2006 @ 3:45 PM
There are two kinds of bloggers in Gujarati world. One who love the subject and does enough research and provide good content for readers. The other is posting for the sake of posting either copying it from different web sites without any remorse or sometimes leaving the task on turnkey basis to someone else or sometimes just for the sake of numbers game.
You “dynamic duo” belong to first category where your readers including myself have certainly enjoyed not only posts but comments as they are presented as it is and add up to our knowledge of Gujarati everyday.
Keep it up the way you have. Your sincerity is commendable.
અંતરનાં અભિનંદન
Siddharth Shah
Anonymous said,
May 23, 2006 @ 12:05 AM
Aabhar Dhaval, Vivek.
R.P. nu naam lewaay ne saathe Sonal yaad aawe j ..
Meena
Vihang Vyas said,
October 12, 2006 @ 10:39 AM
ધન્યવાદ્
Vihang Vyas said,
October 13, 2006 @ 11:13 AM
અમરેલી નામ પાડીએ હરએક શહેરનું,
તો ક્યાંય આ રમેશ થી ભુલા નહી પડાય.
લાવો લાવો કાગળીયો ને દોત સોનલદેને લખીયે રે….
કાંઈ ટેરવામાં તલપે કપોત સોનલદેને લખીયે રે…..
ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ
એક અમે પોતે અને બીજો તારો વટ
રમેશ પારેખ
Vihang Vyas said,
October 13, 2006 @ 11:16 AM
આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
sonal said,
April 12, 2007 @ 2:56 PM
hey….my name is sonal….and when i was a kid i recited a ramesh parkeh poem called ame baraf na pankhi in a poem competetion….i rectied the poem coz it had teh name sonal….and my dad had tole me teh story of mr. ramesh parekh….
Snehal said,
April 13, 2007 @ 9:15 AM
Dear Friends,
If you all are friends of Narendra Modi then I would request you all to join the community in orkut “We Love Narendra Modi – Gujarat” and give courage and prasie his work.
Thank You.
ranasnehal@gmail.
Snehal said,
April 13, 2007 @ 9:28 AM
સ્નેહલ રાણા,
દીન અને રાત અમે એક સથે રહ્યા,સવર અને સાજ અમે સથે જ્મ્યા,આજ ઘુમુછુ હુ શહેર સમા જંગલ મા અને જોવુ છુ આંધારિ રાત માં કયા ગયા ઍ મિતો……
Mayur said,
April 13, 2007 @ 11:26 AM
Hi Frnds I am new in this site but i see this all its very nice n all r gr8 here .
i m too gujarati frm veraval thanx for all frnds that make this one take care all.
HARSHIL ZALA said,
April 14, 2007 @ 1:11 AM
વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?
ગાગરમાં સાગર » Blog Archive » “એક ખોબો ઝાકળ” : ર.પા. અને મરીઝનાં જીવનચરિત્ર પર આધારીત શોભિત દેસાઈ રચિ said,
October 23, 2008 @ 11:40 AM
[…] ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર ટેરવાં ભરી પીધાનું યાદ (’સોનલ’ વિશે ર.પા.નાં જ શબ્દોમાં એક લેખ આ સોનલકાવ્ય સાથે લયસ્તરો પર વાંચો.) […]