રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ….
પ્રિય મિત્રો,
રમેશ પારેખની હસ્તી જળમાંથી નીકળી જતી આંગળી જેવી ન્હોતી કે આંગળી કાઢો અને જગા પૂરાઈ જાય. ર.પા. નામનો ખાલીપો ગુજરાતી ભાષાએ હવે સદાકાળ વેઠવાનો છે. ર.પા.ને દિલથી શ્રદ્ધાંજલિ આપવી હોય તો શું કરી શકાય? વિચારતાં અમને એવું જણાયું કે ર.પા.ના કવિ તરીકેના સાત અલગ-અલગ રંગોથી વાંચકોને રંગી શા માટે ન દઈએ? તો, લયસ્તરો પર અમે એક અઠવાડિયા સુધી દરરોજ એકના હિસાબે ર.પા.ના કાવ્યોના સાત રૂપ લઈને હાજર થઈશું. પણ એ પહેલાં લયસ્તરો પર ર.પા.ની અત્યાર સુધી પ્રકાશિત કૃતિઓ શા માટે ફરીથી ન માણીએ?
લયસ્તરો પર ર.પા.ની અગાઉ પ્રગટ થયેલી રચનાઓ:
ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
તમે હાથ હેઠા કરી દ્યો હવે
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય
ચરણ મારાં તારા ભણી હોય છે
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
કંઈક તો થાતું હશે…
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
ગઢને હોંકારો તો કાંગરાય દેશે
પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
Pancham55 said,
May 20, 2006 @ 5:39 AM
બાળપણા નું રૂસણું
જા નથી પહેરવા કપડાં
મારે નથી પહેરવા
લે, ખમીસ…
લે, ચડ્ડી…
કપડાં નથી પહેરવા…
પવન અને તડકોયે કપડાં ક્યાં પહેરે છે?
ક્યાં પહેરે છે ખમીસ ચડ્ડી નાગુંપૂગું ઝરણું?
જોને, ઝાડ છાંયડી રોજ મળીને
ચોર સિપાઇ રમતાં
ભણવા કોણ જાય છે?
ખિસકોલી ને મોર ચોપડી ક્યાં વાંચે છે?
ફળિયાનો ઊંઘણશી લીમડો સાવ ઠોઠ છે.
તોય કેટલો વ્હાલુડો છે?
પતંગિયાં તો આઘ્ઘમ આઘે જાય
વાદળાં નદી તળાવે ધૂબકે ધૂબકે ન્હાય
એમને, કોઇ વઢે છે?
બા, હું તો તારો નહીં નાનિયો
તું મારી બા નહીં
તને જો ઇટ્ટા કિટ્ટા
મારે છે ને સાચુકલી બા પરી…
હું પહેરણ ફેંકી દઉં, લે…ડિંગો
ચડ્ડી ફેંકી દઉં, લે…ડિંગો
દફતર ફેંકી દઉં, લે…ડિંગો
જો જે દરજી પાસે પાંખ ઘડાવી
મને પરી બા દેશે
ત્યારે આ બંદાનો વટ પડાવાનો
ઘંટ વગડશે તો પણ
ભણવા નહીં જાવાનું
ખૂબંખુબ્બા તળાવમાં ન્હાવાનું
કાળો ચોર થાવાનું
તને થશે કે, અરે નાનિયો ક્યાં છે?
ત્યારે આઘ્ઘમ આઘે
વાદળ પાસે ઊડી જવાનું
ઊડતાં ઊડતાં થાકી જઉં તો
તરત પરી-બા ના ખોળામાં ડાહ્યોમાહ્યો
ઘસઘસ ઊંઘી જાઉં…
– રમેશ પારેખ
“ખડિંગ” માંથી
Pancham55 said,
May 20, 2006 @ 5:49 AM
પૂછો –
પૂછો કે પેન માં ય ફરે ઝાંઝવાં, તો હા
પૂછો કે હોય ત્યાંય હરણ બહાવરાં, તો હા
એવુંય ઘર હતું જ્યાં ઉગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા
દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો કે લીલા બાગ સુકાઇ ગયા, તો હા
આંખો બની રહી છે અકસ્માતનાં ખબર
પૂછો કે ફૂલ હતું હાથમાં, તો હા
છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બહાર
પૂછો કે દર્પણમાં હતા બારણાં, તો હા
ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
પૂછો કે એનું નામ હતું વેદના, તો હા
રમેશ પારેખ
Pancham55 said,
May 20, 2006 @ 6:07 AM
As time permits, I will add few more poems by Ramesh Parekh.
Tribute to Ramesh Parekh in his own words.
To Ramesh Parekh,
જુઓ કે પથ્થરો મા શિલ્પ કોતરાયું છે.
તમે ગયા છો, તમારા થી ક્યાં જવાયુ છે?
One More:
આમ ૧૯૪૦ માં જનમ્યો છું, રમેશ
છતાં યુગોથી લડું છું આ જંગ યાદ આવે.
Yes Gujarati Literature will miss his poems. Again let me use his words.
આમ તો પાંદડું એક જ ખર્યુ’ તું ડાળેથી
પરંતુ આખીયે લીલાશ પર ઉઝરડો છે.
And probably this is his last message for Sonal for us…
અરે…રે
તું સાવ બુદ્ધુ જ રહી.
આંખો મીંચી ને રમીએ તેને સંતાકૂકડી કહેવાય
કંઇ ‘જુદાઇ’ ન કહેવાય…
Yes we all can never forget Ramesh Parekh and his poems Gazalas.
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
We pray to the almighty to give deep peace to his divine soul.
વિવેક said,
May 20, 2006 @ 9:13 AM
પ્રિય મનીષ પંચમાતીયા,
આપની શ્રદ્ધાંજલિ આપવાની આ શૈલી સરસ લાગી. રમેશ પારેખની બીજી કૃતિઓનો આસ્વાદ કરાવવા બદલ આભાર.
-વિવેક
Suresh Jani said,
July 7, 2006 @ 2:24 PM
રમેશ પારેખની જીવન ઝાંખી લખતાં લખતાં, તેમની રચનાઓનો આટલો મોટો નેટ પરનો સંગ્રહ – અને તે ય આપણા પોતાના ઘરનો – જોઇને ભાવ વિભોર થઇ ગયો.
આ તો મન પાંચમનો મેળો થઇ ગયો – પંચમ સૂરની સાથે!
લયસ્તરો » રમેશ પારેખ વગરનું એક વર્ષ… said,
May 17, 2007 @ 9:36 AM
[…] – રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ…. – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ – રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત […]