મધરાતે નીંદરને ગામ – નિખિલ જોશી
મધરાતે નીંદરને ગામ જુઓ કેવું તો ફાટી રે નીકળ્યું તોફાન
સપનાના ઝુંડ સામે લડવાને જંગ મે તો આંસુને સોપ્યું સુકાન
આંસુની જાત સખી એવી તે કેવી અડકો જરાક ત્યાં જ પાણી,
કોણ લાવ્યું આંખ્યું ના ઊંડા કૂવેથી એને પાંપણની પાળ લગી તાણી ?
અન્ધારે ડૂબ્યો રે ઓરતાનો સૂરજ ને છાતીમાં વસતું વેરાન
સપનાના ઝુંડનુ તો એવું ઝનૂન જાણે છાતીમાં ધસમસતું ધણ
ઘરના અરીસાઓ શોધે છે સામટા ખોવાયું જે એક જણ
રૂંવાડે બટકેલી બેઠી છે ઇચ્છાઓ ઉમ્બરનું જાળવવા માન
–નિખિલ જોશી
સ્મરણ, વેદના અને સપનાંઓના ભંગારના ભારથી લચી પડતું ગીત… વાંચો અને વ્યથાની ધાર ન ભોંકાય કે આંસુઓની ભીનાશ ન અનુભવાય તો જ નવાઈ…
sapana said,
November 30, 2009 @ 4:02 AM
વ્યથાની ધાર ભોંકાઈ…
સપના
chetu said,
November 30, 2009 @ 11:20 AM
આંસુની જાત સખી એવી તે કેવી અડકો જરાક ત્યાં જ પાણી,
કોણ લાવ્યું આંખ્યું ના ઊંડા કૂવેથી એને પાંપણની પાળ લગી તાણી ?
અન્ધારે ડૂબ્યો રે ઓરતાનો સૂરજ ને છાતીમાં વસતું વેરાન…
હ્ર્દયસ્પર્શી પંક્તિઓ ..
Pancham Shukla said,
November 30, 2009 @ 1:39 PM
શબ્દ, લય, સંવેદના,આયાસહીન કુદરતીપણું – બધું મળીને એક મજબૂત ગીત.
pragnaju said,
December 1, 2009 @ 1:19 AM
સુંદર ગીતની ગમી જાય તેવી પંક્તી
સપનાના ઝુંડનુ તો એવું ઝનૂન જાણે છાતીમાં ધસમસતું ધણ
ઘરના અરીસાઓ શોધે છે સામટા ખોવાયું જે એક જણ
રૂંવાડે બટકેલી બેઠી છે ઇચ્છાઓ ઉમ્બરનું જાળવવા માન
ઉમ્ર પાછળનો અરીસો જોઈને
એક ચહેરામાં મલકતાં આવડ્યું
દુ:ખની દીવાલ જ્યાં ઊભી થઈ
ફૂલ ત્યાં સુંદર ચીતરતાં આવડ્યું
manhar m.mody ('mann' palanpuri) said,
December 1, 2009 @ 1:47 AM
ગીતના લયમાં વહી જવાય તેવું મઝાનું નદીના ખળખળતા વહેણ જેવું ગીત્.
Pinki said,
December 1, 2009 @ 6:22 AM
મજાનું ગીત !!
PRADIP SHETH. BHAVNAGAR said,
December 1, 2009 @ 10:11 AM
સરસ રચના….
કઈંક આવાજ ભાવનું મારું ગિત..
ઝાકળના આંગણિયે સુરજ લીપીને પછી રોજરોજ સપના હું વાવું,
સાંબેલુ, ખારણીયો, ઘમ્મરવલોણું ને સુની અભરાયું સજાવું.
વળગણીયે પોઢેલી તસતસતી ચોળીમાં સોળસોળ આભલાં જડાવું,
નયનોના દર્પણમાં તુજને સમાવી તારા નયનોમાં મુજને નિહાળુ.
વગડાની વાટ્યુમાં વાયરાને આંજીને ટહૂકામાં જાત મોકલાવું,
થાંભલીયુ, ટોડલીયા, ડેલી ને ઉંબરમાં છાતીના થડકા જડાવું.
વાળેલી શેરીમાં, પગલાની છાપુમાં સાતસાત દિવડા પ્રગટાવું,
આભેથી દરિયો ઉતારીને નસ-નસની વહેતી નદીયુમાં સમાવું
pink said,
December 1, 2009 @ 1:34 PM
ઘરના અરીસાઓ શોધે છે સામટા ખોવાયું જે એક જણ
jatinmaru said,
December 6, 2009 @ 4:43 AM
excellent,no words are found to praise, very nice. it directly passes through the heart
DR. CHANDRAVADAN MISTRY said,
December 6, 2009 @ 3:52 PM
સુની જાત સખી એવી તે કેવી અડકો જરાક ત્યાં જ પાણી,
કોણ લાવ્યું આંખ્યું ના ઊંડા કૂવેથી એને પાંપણની પાળ લગી તાણી….
http://www.chandrapukar.wordpress.comરચના ગમી, અભિનંદન !>>>>>ચંદ્રવદન
Kalpesh Patel said,
December 6, 2009 @ 11:20 PM
Hello ! Nice poem. Good keep it up and share such good things with us…
bhaumik mehta said,
December 7, 2009 @ 2:54 AM
અદભુત કવિતા !!!!!!
Monika said,
December 14, 2009 @ 11:24 AM
સપનાના ઝુંડનુ તો એવું ઝનૂન જાણે છાતીમાં ધસમસતું ધણ
wonderful, this comes directly from the heart… very touching..
Nikhil Joshi said,
January 3, 2010 @ 10:44 PM
અહિ સર્વ મિત્રોએ આપેલા પ્રતિભાવ બદલ એમ્નો આભાર.
–નિખિલ
Nikhil Joshi said,
January 3, 2010 @ 10:46 PM
very soon i will send few more poems of mine here on this web.
thanks admin.
–nikhil joshi
Sarju Solanki said,
April 15, 2010 @ 9:41 AM
એક્દમ સરસ કવિતા .. હ્રદયસ્પર્શિ….
'જિત' ઠાડચકર said,
June 9, 2012 @ 5:39 AM
નિખિલભાઇ, આવી ને આવી રચનાઓ આપતા રહેજો. જેથી મારા જેવા નવાણિયાને પ્રેરણા મળતી રહે.