ગઝલ – અંકિત ત્રિવેદી

શક્યતાને આ રીતે સાંધો નહીં, ઉંબરા પર ઘર તમે બાંધો નહીં. સાચું પડશે તો મઝા મારી જશે, સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં. એટલી ખૂબીથી ચાદરને વણી, ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં. એમને તો જે હશે તે ચાલશે, એમના નામે કશું રાંધો નહીં. આ ગઝલ છે, એની રીતે બોલશે, કોઈ સાધો, કોઈ આરાધો નહીં. -અંકિત ત્રિવેદી … Continue reading ગઝલ – અંકિત ત્રિવેદી