ગઝલ- નેહા પુરોહિત

વાંક તારો નથી, ન મારો છે, એ જ સધિયારો છે, ને સારો છે. સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં, પ્રિયનો કેટલો પથારો છે ! જે દીવાલો મેં તોડવા ચાહી, આજ એનો જ બસ સહારો છે. કેમ આજે બહુ સતાવે મને ? મેં હજી ક્યાં કહ્યું, “તું મારો છે !” ભીતરે વ્યસ્તતા વધી ત્યારે, અર્થ છોડો, મરમનો મારો છે. … Continue reading ગઝલ- નેહા પુરોહિત