દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કલાપી

ગઝલ – હરિશ્ચંદ્ર જોશી

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે…
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.

– હરિશ્ચંદ્ર જોશી

9 Comments »

  1. Rina said,

    May 9, 2013 @ 1:44 AM

    વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
    રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.

    Awesome

  2. Akhtar Shaikh said,

    May 9, 2013 @ 3:16 AM

    SUPERB……………..

  3. perpoto said,

    May 9, 2013 @ 3:47 AM

    રાજેશ મિસ્કીન યાદ આવે છે…

  4. narendrasinh chauhan said,

    May 9, 2013 @ 3:57 AM

    એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે…
    તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

    વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
    રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.ખુબ સુન્દર રચના

  5. pragnaju said,

    May 9, 2013 @ 8:54 AM

    શ્રી હરિશ્રન્દ્ર ભાઈને સાંભળવાનો લ્હાવો આપણે સૌ કોઈએ પૂ. મોરારિબાપુની કથામાં ક્યારેક તો લીધો જ હશે ! પૂ.બાપુની કથામાં વર્ષોથી તેઓ સ્વરની સેવા આપે છે. તેઓ પોતે કવિ તેમજ સંગીતકાર છે. તેમણે અનેક કૃતિઓને પોતાનો કંઠ આપ્યો છે.હરિશ્ચન્દ્ર જોશીના વેદની ઋચા જેવા, ભિન્ન ષડ્જના શેરો, ભીતરે શબ્દ બળવો કરે ત્યારે ફ્ક્ત કલમ રિક્ત
    હાથે પકડતાં જ લખાઈ જાય, તેવું પરમનો અણસાર થાય ત્યારે બને છે. મીરાં, કબીર, તુલસી, નરસીંહ, તુકારામ જેવા અનેક સંતોને અને વર્તમાન સમયમાં માનનીય ભગવતીભાઈને “બે મંજીરા” લખતા આવો અનુભવ થયો છે.
    બધાં સત્ય મૂઠીક લઈ નીકળે ને,
    જડે સ્હેજ કેડી ત્યાં હેમાળો ગળવો;

    તરસ તીવ્ર હો તો નદી દ્વાર આવે,
    અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો;

    પકડવી જ પડતી કલમ રિક્ત હાથે,
    કરે ભીતરે શબ્દ સાચે જ બળવો.
    ——————————————–
    ‘ગણી બતાવ’-
    વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
    રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.
    …એ પડદા પરખાય, હટાવાય પછી તો
    મુઝકો કહાં ઢૂંઢેરે બંદે? …
    તલાશ જ પૂરી થઈ જાય

  6. sagar said,

    May 9, 2013 @ 8:56 AM

    વાહ

  7. Suresh Shah said,

    May 9, 2013 @ 8:37 PM

    ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ ….
    આ ગણિત કોને ગણતા આવડે?
    ભારેલો અગ્નિ જઠર મહિં, વાચા મળે તો ….

    આવો ઉદ્વેગ, અશાંત મન, આક્રોશ – કેટ કેટલું હ્રદયમા ભરીને બેઠા છે હરિશ ….

    આસ્વાદ કરાવવા બદલ આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  8. sweety said,

    May 10, 2013 @ 3:24 AM

    તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
    ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

    એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે…
    તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

    બહુજ સરસ

  9. heta said,

    May 11, 2013 @ 2:42 PM

    વાહ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment