આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
મરીઝ

શું થશે – ગની દહીંવાળા

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે

– ગની દહીંવાળા

8 Comments »

  1. pragnaju said,

    March 31, 2013 @ 9:45 AM

    ગઝલ સમ્રાટની મઝાની ગઝલ
    જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
    જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે
    સાચી વાત

  2. Maheshchandra Naik said,

    March 31, 2013 @ 4:08 PM

    સરસ વાત ગઝલ સમ્રાટ ગનીભાઈ એ કરી છે, બધા જ પ્રંસગોએ શું થશે ના પ્રશ્નાર્થ ખુબ ભાવવાહી શબ્દો દ્વારા વ્યક્ત કર્યા છે…………………..

  3. ધવલ said,

    March 31, 2013 @ 4:52 PM

    જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
    આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે

    – ખરી વાત છે… બોલવાની જ બધી તકલીફ છે !

  4. Harsha vaidya said,

    March 31, 2013 @ 8:04 PM

    એકદમ સચોટ વાત કરી..
    આપણે થાશું સફળ તો દેવગણ નુ શું થશે ?!
    વાહ,અપરાધીઓ જો ઈશ્વર પાસે દલીલ કરે તો ?
    આ કલ્પના કેટલી ઉમદા !

  5. sweety said,

    April 1, 2013 @ 12:43 AM

    કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
    આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે

    વાહ,વાહ

  6. વિવેક said,

    April 1, 2013 @ 1:34 AM

    સુંદર !

  7. Pravin Shah said,

    April 3, 2013 @ 12:26 AM

    સુંદર રચના !

  8. SURESHKUMAR G VITHALANI said,

    April 3, 2013 @ 1:03 PM

    A REALLY NICE GAZAL FROM A UNIQUE ” SHAYAR “.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment