શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
અંકિત ત્રિવેદી

હું પહેલો મળી જાઈશ – જવાહર બક્ષી

ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ.

નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ.

સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસ મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જાઈશ.

પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ.

– જવાહર બક્ષી

નકરી પૉઝિટિવિટીની ગઝલ… થાક લાગે, દિવસનું પડીકું વાળીને સૂઈ જવું પડે પણ સવારે આવતાં સોનેરી સ્વપ્નની આશા ઢળવાથી ફળવા સુધીની યાત્રા સહ્ય બનાવે છે. જીવનનું તથ્ય ભ્રમનિરસન કરી જીવવામાં રહેલું છે. હરણનાં શિંગડાંઓને તોડવાની વાતને તમે મૃગજળની પાર ઉતરવા સાથે અથવા સોનેરી મૃગના શિકાર સાથે પણ સાંકળી શકો. હરણનાં શિંગડાં કહે છે કે પોલાં હોય છે. ભ્રમના ચહેરા પણ એ જ રીતે પોલા નથી હોતા ?

“જઈશ”ની જગ્યાએ “જાઈશ” જેવો તળપદી અને પહોળો ઉચ્ચાર રદીફની ધનમૂલકતાને વધુ ઘૂંટીને ગઝલને વધુ ઉપકારક બનતો હોય એવું અનુભવાય છે.

7 Comments »

  1. perpoto said,

    March 22, 2013 @ 4:21 AM

    બિનવારસ મરી જાશે….આ ગઝલ ચોક્ક્સ જીવી જાશે…

    આ ક્ષણ ફુંકવા શ્વસ્યો હતો,સૂરજ ૧૪ અબજ વરસ….

  2. pragnaju said,

    March 22, 2013 @ 10:39 AM

    સરસ ગઝલ
    સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસ મરી જાશે,
    સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જાઈશ.
    શેર વધુ ગમ્યો

  3. Maheshchandra Naik said,

    March 22, 2013 @ 9:28 PM

    સરસ ગઝલ્………………….

  4. himanshu patel said,

    March 22, 2013 @ 9:51 PM

    બહુ જ સરસ ગઝલ, ગમી.

  5. arsha Vaidya said,

    March 23, 2013 @ 4:53 AM

    બહુ સરસ કવિતા.જવાહર બક્ષી ની ઘણી કવિતાઓ ગમે છે.

  6. Harshad said,

    March 24, 2013 @ 5:44 PM

    Bhai Vah……!! Khub saras!! Like it.

  7. La'Kant said,

    March 31, 2013 @ 11:24 PM

    “જીવનનું તથ્ય ભ્રમનિરસન કરી જીવવામાં રહેલું છે.”
    “ભ્રમના ચહેરા પણ એ જ રીતે પોલા નથી હોતા ? ”
    વધુ સરસ,,,સાચુકલો સારાંશ !
    — લા’કાન્ત / ૧-૪-૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment