હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
જલન માતરી

દેવનું કાવ્ય – કૃત્સ ઋષિ

(અનુષ્ટુપ)

देवस्य पह्य काव्यम्
न ममार न जीर्यति ।

પરમાત્માનું આ કાવ્ય નીરખ : જે કદી મરતું નથી,
કદી જીર્ણ થતું નથી.

-કૃત્સ ઋષિ
(અથર્વવેદ, ૧૦,૮,૩૨)
(અનુ. હરીન્દ્ર દવે)

કવિ હરીન્દ્ર દવેના શબ્દોમાં:

અને આ કાવ્ય કોઈ પણ આધુનિક કાવ્ય જેટલું એબ્સર્ડ છે, સરરીઅલ છે અને વાસ્તવિક પણ છે, છતાં એ કાવ્ય છે કારણ કે એ હૃદયને સ્પર્શે છે.

વિસ્તરતું આકાશ આપણને એનો લય સંભળાવે છે; વહેતો પવન જાણે એના પ્રલંબિત લયની ઝાંખી આપે છે. ઊગતાં વૃક્ષો કે પ્રથમ વર્ષાની રાત પછીની સવારે માટીમાંથી કોળી ઊઠતાં તરણાં તેની લાગણીઓ છે. પરમાત્માનું કાવ્ય એટલે કે આ સકલ સંસારની લીલાનું કાવ્ય ન કદી મરે છે, ન કદી જીર્ણ થાય છે.

6 Comments »

  1. Ashok Vavadiya said,

    March 23, 2013 @ 1:35 AM

    સુ-પ્રભાત…જય શ્રી કૃષ્ણા…

  2. PRAGNYA said,

    March 23, 2013 @ 9:22 AM

    ખુબ સરસ!!!!

  3. Maheshchandra Naik said,

    March 23, 2013 @ 12:25 PM

    જય શ્રી કૃષ્ણ…….દેવ કાવ્ય કદી જીર્ણ થતુ નથી…………..

  4. pragnaju said,

    March 23, 2013 @ 2:53 PM

    एका प्रसिद्धा श्रुतिः – “पश्य देवस्य काव्यं न ममार न जीर्यति” इति।
    तत्र परमात्मा कविरिति … काश्मीरनिवासिनो भामहस्य काव्यालङ्कारग्रन्थे काव्यस्वरूपबोधकलक्षणं भवति – “शब्दार्थौ सहितौ काव्यम्” इति। ..

  5. sudhir patel said,

    March 23, 2013 @ 9:16 PM

    મનનીય શ્લોક-કાવ્ય!
    સુધીર પટેલ.

  6. હેમંત પુણેકર said,

    March 25, 2013 @ 5:42 AM

    સુંદર!

    ચોક્કસ ખ્યાલ નથી પણ મૂળ શ્લોક માં પહ્યની જગાએ પશ્ય હોવું જોઈએ એવું લાગે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment