એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.
વજેસિંહ પારગી

હરિયાળી વસંત (ચીની) શાન મેઈ, અનુ.: ઉમાશંકર જોશી

વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.

-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી

શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્‍તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.

(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)

5 Comments »

  1. pragnaju said,

    January 12, 2008 @ 12:20 PM

    સુંદર ભાષાંતર
    છતાં પણ શક્ય હોયતો મૂળ રચના કે અંગ્રેજી અનુવાદ પણ આપવા વિનંતિ.
    શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
    અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
    લીલી આશા.
    વાહ
    યાદ આવી આ કવિતા
    The cock is crowing,
    The stream is flowing,
    The small birds twitter,
    The lake doth glitter,
    The green fields sleep in the sun;
    The oldest and the youngest
    Are at work with the strongest;
    The cattle are grazing,
    Their heads never raising;
    There are forty feeding like one!
    Like an army defeated
    The snow has retreated,
    And now doth fare ill
    On the top of the hill;
    The plowboy is whooping—anon—anon:
    There’s joy in the mountains;
    There’s life in the fountains;
    Small clouds are sailing
    Blue sky prevailing;
    The rain is over and gone!

    by William Wordsworth

  2. ધવલ said,

    January 13, 2008 @ 1:39 AM

    પ્રજ્ઞાબેને સરસ કવિતા યાદ કરાવી ! પ્રકૃતિ દ્વારા આશાના અનુસિંચનનું સરસ કાવ્ય …

  3. Pinki said,

    January 13, 2008 @ 5:57 AM

    વસુંધરાની જેમ મનને પણ કાવ્યની તાજગી સ્પર્શી ગઈ…….!!

    અને ઊગી લીલી આશા……… !!

  4. ભાવના શુક્લ said,

    January 14, 2008 @ 10:44 AM

    તદ્દન સાદા શબ્દો મા વસંતની વાત કહેતા કહેતા અચાનક લોહીને લીલુ કહી વસંતને અણુએ અણુમા પ્રસરાવવાનુ કવિનુ કલ્પન !!!!
    કાવ્યને તાજગીના એવરેસ્ટ પર મુકી દીધુ….
    વાચતા વાચતા આંખ ઘડીભર બંધના થઈ જાય તો જ નવાઈ…

  5. વિવેક said,

    January 15, 2008 @ 12:54 AM

    મૂળ રચના અનુવાદિત કૃતિ સાથે મૂકવાનું આપનું સૂચન સ્વીકારું છું… ભવિષ્યમાં શક્ય હશે ત્યારે આમ કરવાની કોશિશ કરીશું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment