અર્ધી ડૂબેલી ભેસનો પણ મંચ જ્યાં મળ્યો,
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

બારમાસી -પુરુરાજ જોશી

કારતકમાં શી કરી ઝંખના !
માગશરમાં મન મોહ્યાં સાજન !
પોષે રોષ કીધા કંઈ કપરા
મોઘે મબલખ રોયાં સાજન !
ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !
ચૈતરમાં ચંપો મૂરઝાયો
વૈશાખી વા જોયા સાજન !
જેઠે આંધી ઊઠી એવી
નેણ આષાઢી લ્હોયાં સાજન !
શ્રાવણનાં સમણાનાં મોતી
ભાદરવે ક્યાં પ્રોયાં સાજન !
આસોમાં સ્મરણોના દીવા
રૂંવે રૂંવે રોયાં સાજન !

-પુરુરાજ જોશી

ગાગાગાગા ગાગાગાગા ગઝલનાં છંદમાં લખાયેલાં આ કાવ્યને આપણે ગઝલ કહીશું, કે ગીત? (કે પછી ગીતઝલ?)

6 Comments »

  1. Jugalkishor said,

    November 21, 2007 @ 8:11 AM

    માત્રામેળી કટાવ છંદમાં પ્રગટેલી આ રચના ગીત અને ગઝલ બંનેનાં લક્ષણો ધરાવતી જણાય છે. એને નવું નામ આપવાનું મન થઈ જાય તે સહજ છે.

  2. વિવેક said,

    November 21, 2007 @ 8:47 AM

    આ રચના શુદ્ધ ગઝલ જ છે, માત્ર મત્લાના શેરનો અહીં અભાવ છે. બારમાસી કાવ્યોની ઋતુ એક જમાનામાં પૂરબહાર પર હતી…

  3. pragnajuvyas said,

    November 21, 2007 @ 10:03 AM

    જે કહો તે
    ગીત? કે પછી ગઝલ?
    મત્લાના શેરનો અભાવ કઠતો નથી
    સરળ શબ્દો છતાં એકદમ ચોટદાર
    ગઝલ…
    ‘આસોમાં સ્મરણોના દીવા
    રૂંવે રૂંવે રોયાં સાજન !’
    મધ્યમ મધ્યમ કસક જગવે છે

  4. manvantpatel said,

    November 21, 2007 @ 10:34 PM

    સ્વ. રાવજી પટેલની યાદ આવી ગઇ !
    ‘સાજન’ એમનો માનીતો શબ્દ ને ?

  5. બારમાસી ગઝલ said,

    December 22, 2007 @ 9:14 PM

    In this context, check this:

    પગલાં કુંકુમઝરતાં – રાજેન્દ્ર શુક્લ

  6. નિકુંજ said,

    December 22, 2022 @ 9:08 PM

    આ ગીત નુ અનુવાદ આપવા વિનંતી🙏😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment