એવું નથી કે ભાગ્ય બસ, ભાગ્યા કરે,
એવું બને, જાણ જ ન હો પણ હો કને.
- વિવેક મનહર ટેલર

ગઝલ – કૈલાસ પંડિત

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?

– કૈલાસ પંડિત

A timeless classic…..

13 Comments »

  1. deepak said,

    January 21, 2013 @ 11:16 PM

    મારી સૌથી પ્રિય ગઝલ…

  2. Rina said,

    January 21, 2013 @ 11:21 PM

    beautiful…….

  3. jigna trivedi said,

    January 21, 2013 @ 11:52 PM

    સુંદર ગઝલ. માણવાનેી મજા આવેી.

  4. DEV said,

    January 22, 2013 @ 4:01 AM

    અતિ સુન્દર લગિ

  5. DEV said,

    January 22, 2013 @ 4:03 AM

    ખુબ્જ સુન્દ ર્

  6. ડૉ.મહેશ રાવલ said,

    January 22, 2013 @ 8:48 AM

    ગઝલિયતના શહેનશાહ જનાબ કૈલાસ પંડિતની પ્રસ્તુત ગઝલને મૂલવાનું ગજું નથી પણ એમની ગઝલમાંથી ઘણું શિખ્યો છું….
    સો સો સલામ….

  7. Suresh Shah said,

    January 22, 2013 @ 9:01 AM

    મારુ ગજુ નથી.

    ખરેખર, આવી ક્રુતિ મૂલવવાનુ ગજુ નથી.

    સુરેશ શાહ, સિંગાપોર

  8. perpoto said,

    January 22, 2013 @ 9:22 AM

    ગઝલ માણવા માટે હોય છે…
    તારી હવે તો દુરતા રસ્તા વિનાની છે..

    પગથી વિના
    પોંચે ક્ષેમ કુશળ
    પંખીઓ માળે

  9. vijay Shah said,

    January 22, 2013 @ 9:47 AM

    તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
    મારું ગજું નથી કે તને છેતરી શકું

    તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
    એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

    આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
    કહેવાને આમ સાત સમંદર તરી શકું

    વાહ્!

  10. Jayshree said,

    January 22, 2013 @ 11:46 AM

    આહ.. Indeed A timeless classic…..
    મને ગુજરાતી ગઝલોના પ્રેમમાં પાડવામાં અગત્યનો ફાળો આ ગઝલનો ખરો…

  11. Harshad said,

    January 22, 2013 @ 3:56 PM

    Kailashbhai,
    How could you read my feelings?
    The circumstances I am passing through ‘sat samandar par’ exactly you mentioned in your gazal. Is it co-incident? many many days I was looking some kind of answer and you send me that through this gazal.
    I love this gazal. This is gazal is feelings of my heart.
    All the best Kailashbhai. Your gazal ‘Dikro maro lakadvayo…..’ I am always singing.

  12. Maheshchandra Naik said,

    January 22, 2013 @ 4:10 PM

    દરીયાપારના સ્વજનોની વ્યથા વ્યક્ત કરતી સરસ ગઝલ, અમારી જ વાત કરી હોય એવુ અનુભવ્યુ, આભાર……………………………..

  13. pragnaju said,

    January 22, 2013 @ 7:35 PM

    ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
    પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
    આ ગઝલની વાખ્યા સોંસરવી ઉતરી જાય છે
    સુંદર ગઝલ
    તેમા
    તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
    એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?
    આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
    કહેવાને આમ સાત સમંદર તરી શકું
    અતિ સુંદર
    મનહર ઉધાસઅમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
    કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
    ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
    પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે અને આ ગઝલ ગાય
    આ અનુભૂતિ છે વર્ણવાય નહીં

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment