શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક ટેલર

આગળ જતાં -ડૉ. મહેશ રાવલ

શક્યતાઓ વિસ્તરે, આગળ જતાં
માન્યતા ખોટી ઠરે, આગળ જતાં

એક પગલું પણ પછી સંભવ નથી
વા ફરે, વાદળ ફરે, આગળ જતાં

જે તફાવત હોય છે, તે હોય છે
એજ રસ્તો આંતરે, આગળ જતાં

ગાય છે ગુણગાન આજે, એ બધા
શક્ય છે ઇર્ષા કરે, આગળ જતાં

છેવટે,માણસ જવાનો જાતપર
મારશે, ને કાં મરે, આગળ જતાં !

-ડૉ. મહેશ રાવલ  (એમનાં જ બ્લોગ પરથી સાભાર…)

4 Comments »

  1. pragnajuvyas said,

    November 20, 2007 @ 9:42 AM

    એક પગલું પણ પછી સંભવ નથી
    વા ફરે, વાદળ ફરે, આગળ જતાં
    સુંદર
    પણ એટલું બધું નીરાશ થવાની જરુર નથી કે
    “છેવટે,માણસ જવાનો જાતપર
    મારશે, ને કાં મરે, આગળ જતાં !”
    તે તારશે,ને કાં તરે,આગળ જતાં
    ડૉ.મહેશ રાવલ મેડીકલ ડો.છે.તેથી કાવ્યમાં વિવેક,રઈશ,મુકુલ,ભારતી વિ.ની જેમ સંવેદના સહજતાથી લાવી શકે છે.

  2. ભાવના શુક્લ said,

    November 20, 2007 @ 11:19 AM

    છેવટે,માણસ જવાનો જાતપર
    મારશે, ને કાં મરે, આગળ જતાં !
    ………………………………………..
    સરસ રચના!!! વાચેલી છતા ફરી વાચવાની મજા આવી.

  3. Jayshree said,

    November 20, 2007 @ 5:31 PM

    વાહ ઊર્મિ.. સરસ રચના લઇ આવ્યા છો.
    એકદમ સરળ શબ્દોમાં, અને છતાં એકદમ ચોટદાર ગઝલ…

  4. Pinki said,

    December 2, 2007 @ 2:45 PM

    મને તો એમની રચનાઓ ઘણી જ ગમી છે
    આજે લયસ્તરો પર આ રચના વાંચી ઘણો આનંદ થયો………. !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment