જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ -અંકિત ત્રિવેદી

આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો,
સૂરજને મારો પડછાયો કેવો ગમી ગયો !

ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.

એવું કિનારાને થયું શું, ના ખબર પડી,
મોજાંની વાતો સાંભળીને સમસમી ગયો.

આ ‘આપ-લે’માં થઈ જતા ખરબચડા હાથમાં,
ખણકાટ પાંચીકાનો ક્યારે આથમી ગયો?

શેરીમાં રમતા છોકરાની જેમ કાફિયો,
કાગળ ઉપર આવી અનાયાસે રમી ગયો.

-અંકિત ત્રિવેદી

9 Comments »

  1. pragnajuvyas said,

    November 12, 2007 @ 3:59 PM

    આપણે જાણીએ જ છીએ કે કાવ્ય સંધ્યા, મુશાયરો, ગઝલ સંધ્યા કે પછી દેશ-વિદેશના ગુજરાતી સાહિત્યના કાર્યક્રમોમાં જો અંકિતભાઈનું સંચાલન હોય તો અદભૂત વાક્-નિપુણતાથી મઝા જ મઝા.
    ‘એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
    એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે’
    “તું મને ન શોધ ક્યાંક આસપાસમાં
    હું તને મળી શકું તારા જ શ્વાસમાં.”
    ‘નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
    હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.’
    ‘સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે
    આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે’ …પંક્તીઓથી વારંવાર તેમને યાદ કરાય છે –
    તેઓ ગઝલન માટે કહે છે કે
    આ ગઝલ છે, એની રીતે બોલશે,
    કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
    – એટલે આ સુંદર ગઝલ તો
    ‘શેરીમાં રમતા છોકરાની જેમ કાફિયો,
    કાગળ ઉપર આવી અનાયાસે રમી ગયો.’
    તેમનાં જ શબ્દોમાં કેવી સહજ!

  2. ramesh shah said,

    November 13, 2007 @ 1:24 AM

    સરસ

  3. KAVI said,

    November 13, 2007 @ 3:20 AM

    સુંદર ગઝલ.

  4. Pinki said,

    November 13, 2007 @ 10:02 AM

    ખૂબ જ સરસ……. !!

  5. Viral said,

    November 13, 2007 @ 11:18 AM

    ખુબ જ સરસ

  6. ભાવના શુક્લ said,

    November 13, 2007 @ 12:35 PM

    સુરજને પડછાયો ગમી જવાની અને માટે જ સુરજની સાથે જ તેના શમી જવાની ખુબસુરત વાત છે. આમાથી તો અનેક કાવ્યો બની શકે. અદભૂત!!!

  7. સુનીલ શાહ said,

    November 13, 2007 @ 10:20 PM

    ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
    પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો

    ખુબ સુંદર.

  8. RAZIA said,

    April 23, 2008 @ 1:20 AM

    વાહ,ખુબજ સરસ,

    હુઁ લખીશ કે ….

    ” મેં ખજાનો તુજને માન્યો પ્રેમ નો,
    તારા માં તો પ્રેમ નો એક કણ નથી.

    રઝિયા મિર્ઝા.

  9. ABHIJEET PANDYA said,

    September 5, 2010 @ 4:16 AM

    ગઝલ સુંદર છે. ” પડછાયો ” શબ્દ ગા લ ગા તરીકે ઉપયોગમાં લેવાયો છે એ થોડું અયોગ્ય જણાય છે. બાકી ગઝલનો દરેક શેર
    કાિબલેદાદ છે. સરસ રચના.

    અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment