ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.
અનિલ ચાવડા

ગઝલ – હરીશ ઠક્કર

સાવ સ્વાભાવિક, સહજ હોતી હશે,
શ્વાસના લયમાં તરજ હોતી હશે.

હોય તો હમણાં જ તત્ક્ષણ હોય એ,
અંતવેળાએ સમજ હોતી હશે ?

હું નથી પહોંચ્યો હજી મારા સુધી,
મારે તે કરવાની હજ હોતી હશે ?

સ્હેજ ભીની થાય તો ઊગે કશુંક
આંખને જળની ગરજ હોતી હશે.

સાવ સાદી ને સરળ તો વાત છે-
બીજથી જુદી ઉપજ હોતી હશે ?

– હરીશ ઠક્કર

ચુસ્ત કાફિયા સાથેની ચુસ્ત ગઝલ.. એકદમ પ્રવાહી ગઝલ…  પણ મને તો કવિશક્તિના સાચા દર્શન મત્લાના શેરમાં થયા. શ્વાસથી વધુ સાહજિક અને સ્વાભાવિક ઘટના આપણા જીવનમાં બીજી કઈ હોઈ શકે ? આ બાબતને કવિએ સહજ અને તરજ જેવા કાફિયાઓમાં કેવી અદભુત રીતે વણી લીધી છે !

 

13 Comments »

  1. vihang vyas said,

    January 11, 2013 @ 1:37 AM

    સાવ સ્વાભાવિક, સહજ હોતી હશે,
    શ્વાસના લયમાં તરજ હોતી હશે. Wah !

  2. Rina said,

    January 11, 2013 @ 1:48 AM

    Waahhh

  3. Pravin Shah said,

    January 11, 2013 @ 3:02 AM

    એક અદભુત ગઝલ ! કવિશ્રીને અભિનંદન !

  4. perpoto said,

    January 11, 2013 @ 3:47 AM

    હોતી હશે… વાહ સુંદર ગઝલ..

    અમાસ રાતે
    ચાંદની હોતી હશે
    વિમાસે ચાંદો

  5. સુનીલ શાહ said,

    January 11, 2013 @ 7:55 AM

    હું નથી પહોંચ્યો હજી મારા સુધી,
    મારે તે કરવાની હજ હોતી હશે ?
    સુંદર શેર…સુંદર ગઝલ.

  6. pragnaju said,

    January 11, 2013 @ 8:27 AM

    સાવ સાદી ને સરળ તો વાત છે-
    બીજથી જુદી ઉપજ હોતી હશે ?

    વાહ્

  7. સુરેશ જાની said,

    January 11, 2013 @ 8:33 AM

    શ્વાસને નીરખતા જઈએ, એટલે અંદર નજર ખૂલતી જાય.

  8. Ashok Vavadiya said,

    January 11, 2013 @ 8:50 AM

  9. Ashok Vavadiya said,

    January 11, 2013 @ 8:52 AM

    ભડભડ બળીને રાખ થઈશું,
    તારી ચોખટ પર જ ખાખ થઈશું.

    -અશોક વાવડીયા,《રોચક》♥

  10. gunvant thakkar said,

    January 11, 2013 @ 12:56 PM

    સુન્દર ,સરળ , અભિવ્યક્તિ .

  11. Sudhir Patel said,

    January 11, 2013 @ 1:24 PM

    બધાં જ શે’ર મિજાજ-સભર છે!
    સુધીર પટેલ.

  12. Maheshchandra. Naik said,

    January 11, 2013 @ 2:23 PM

    સ્હેજ ભીની થાય તો ઊગે ક્શુંક
    આંખને જળની ગરજ હોતી હશે………
    સહજ હ્દયની વાત કવિશ્રી લઈ આવ્યા છે…….આપનો આભાર

  13. Sunil Rachani said,

    May 9, 2022 @ 5:52 PM

    સાવ સાદી ને સરળ તો વાત છે!
    બીજથી જુદી ઉપજ હોતી હશે?
    વાહ વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment