ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ

રાખ ઊડે શ્વાસની – પરાજિત ડાભી, તમન્ના આઝમી

કેમ હું સાગર તરી શકતો નથી ?
ને કિનારે આછરી શકતો નથી.

શું લખાશે કબ્રની તક્તી ઉપર,
એ વિચારે હું મરી શકતો નથી.

આપમેળે એ ગઝલમાં અવતરે
શબ્દને હું સંઘરી શકતો નથી.

ના કરે કોશિશ કહો વરસાદને,
આગ જેવો છું, ઠરી શકતો નથી.

રાખ ઊડે શ્વાસની ચારેતરફ,
એક ચપટી પણ ભરી શકતો નથી.

– પરાજિત ડાભી, તમન્ના આઝમી

8 Comments »

  1. Bharat Vaghela said,

    May 4, 2013 @ 2:17 AM

    ખુબ સુંદર …ગઝલ.એક એક શબ્દમાં દર્દ ભર્યું છે..

    જાત ને ખરચી ચાલી રહ્યો નિત્યે,
    લાગણી ને સંઘરી શકતો નથી..

    ® ભરત વાઘેલા..૦૪૦૫૧૩

  2. Rina said,

    May 4, 2013 @ 3:04 AM

    વાહ …….

  3. narendrasinh chauhan said,

    May 4, 2013 @ 3:14 AM

    અતિ સુન્દર ગઝલ દરેક સબ્ધ સુન્દર લાગણિ સભર

  4. dr.ketan karia said,

    May 4, 2013 @ 3:15 AM

    સરસ ગઝલ બની છે…

  5. HariK Patel said,

    May 4, 2013 @ 8:43 AM

    શુ લ્ખાશે ક્બ્ર્નિ ત્ક્તિ ઉપ્ર્
    અએ વિચારે મ્રિ શ્ક્તો નથિ ……

    વ્હા શુ વાત છે
    ખુબ જ સુન્દર
    ખુબ જ ગ્મ્યુ

  6. pragnaju said,

    May 4, 2013 @ 10:02 AM

    સુંદર ગઝલનો મક્તા અતિ સુંદર
    અને
    ના કરે કોશિશ કહો વરસાદને,
    આગ જેવો છું, ઠરી શકતો નથી….
    વરસાદ અને આગ !
    કવિ વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.

  7. Harshad said,

    May 4, 2013 @ 10:32 AM

    Bhai,
    Bahoot……khub!!!

  8. Maheshchandra Naik said,

    May 4, 2013 @ 11:58 AM

    જાત સાથે વાત કરતી રચના, ચપટી રાખમાથી શ્વાશ લઈ શકાય એવુ નથી કહીને વસ્તવિકતાની વાત કરી છે…………………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment