બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
વિવેક મનહર ટેલર

નથી રહ્યો – અનંત રાઠોડ ‘પ્રણય’

નથી રહ્યો હું વાડનો, મકાનનો નથી રહ્યો,
હું સાંકળે તો છું જ પણ કમાડનો નથી રહ્યો.

દીવો ઉઠાવી અંધકાર શોધવા ગયો હતો,
બસ આજ લ્હાયમાં હવે ઉજાશનો નથી રહ્યો.

તરસ મને ગળે લગાવી અંતમાં રડી પડી,
ખબર મળી જ્યાં તટ ઉપર, તળાવનો નથી રહ્યો.

દશે દિશાઓમાં હવે તલાશવો પડે મને,
હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો.

ચણ્યો હતો તેં કેટલા વિભાગમાં મને ‘પ્રણય’
અસર છે એની કે કોઈ પ્રકારનો નથી રહ્યો.

– અનંત રાઠોડ ‘પ્રણય’

આમ તો આખી ગઝલ સરસ પણ છેલ્લી બે શેર અનંત પ્રભાવ છોડી જાય એવા…

9 Comments »

  1. perpoto said,

    January 3, 2013 @ 3:20 AM

    હું કોઇ એક પંથ કે વળાંકનો નથી રહ્યો….

    આવું જ કૈંક શિવજી રૂખડા લખે છે..
    હું નથી મારો ને જગ છે આપણું
    પંડના થાવા લગીની વાત છે..

  2. bhavin gopani said,

    January 3, 2013 @ 5:41 AM

    સરસ ગઝલ થઇ છે અનંત ભાઈ ,,,બધા શેર સરસ ……

  3. pragnaju said,

    January 3, 2013 @ 10:07 AM

    દીવો ઉઠાવી અંધકાર શોધવા ગયો હતો,
    બસ આજ લ્હાયમાં હવે ઉજાશનો નથી રહ્યો.
    ખૂબ સરસ અભિવ્યક્તી

  4. J.k said,

    January 3, 2013 @ 12:04 PM

    સ્ું……….દર

  5. Maheshchandra Naik said,

    January 4, 2013 @ 2:32 PM

    હવે ઉજાસ નથી રહ્યો, કહી કવિશ્રીએ ગહન વાત કરી દીધી છે……સરસ રચના….

  6. Anant Rathod said,

    January 5, 2013 @ 1:40 AM

    ખૂબ ખૂબ આભાર..
    કવિએ તખલ્લુસનો ત્યાગ કરેલ છે……

  7. mita parekh said,

    January 17, 2013 @ 7:51 AM

    એક એક શબ્દ ઉતુસુકતા જગાવે છે

  8. naresh solanki said,

    January 29, 2013 @ 6:55 AM

    દશે દિશાઓમાં હવે તલાશવો પડે મને,
    હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો.

    ચણ્યો હતો તેં કેટલા વિભાગમાં મને ‘પ્રણય’
    અસર છે એની કે કોઈ પ્રકારનો નથી રહ્યો

    નથેી રહ્યોનેી સુન્દર સઁવેદના સાથે ..નજુક અભેીવ્યક્તેી અને આખરેી બે શેર કવેીનેી ઉડાન સુન્દર જોવા મળેી…નકારાત્મક ભાવનો ઉપયોગ કરેી….સુદર વેીરોધાભાશ સાથે ચોટ ઉભેી કરેલ્….વાહ્

  9. Maheshchandra Naik said,

    January 29, 2013 @ 7:50 PM

    સરસ રચના………………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment