જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !
વિવેક મનહર ટેલર

ગઝલ – હરીશ ઠક્કર

મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો,
સંબંધોમાં સમય વર્તી સજાવટ હું નથી કરતો.

નથી માંગી કદી માફી, સજા માંગી છે હંમેશા,
તકાજો ન્યાયનો હો તો પતાવટ હું નથી કરતો.

નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો.

વલોવાઈને જ્યારે આછરે ત્યારે ભરી લઉં છું,
ગઝલમાં શબ્દની જૂઠી જમાવટ હું નથી કરતો.

હશે ત્યાંથી જ રસ્તો ટોચ પર પહોંચી જવાનો, પણ –
ચરણમાં સ્થાન લેવાની બનાવટ હું નથી કરતો.

– હરીશ ઠક્કર

ગઝલકાર સુરતના છે એ કારણોસર નહીં પણ આ ગઝલકાર માટે મને શરૂથી જ પક્ષપાત રહ્યો છે. અને આપ અહીં જોઈ જ શકો છો કે એનું કારણ દીવા જેવું સ્પષ્ટ છે…

15 Comments »

  1. Rina said,

    May 30, 2013 @ 3:30 AM

    Awesome…….

  2. RAKESH said,

    May 30, 2013 @ 3:33 AM

    Wah! Superb!

  3. La'Kant said,

    May 30, 2013 @ 4:21 AM

    એક સાચુકલા ખમીરવંતા લડાયક.તાસીર…મિજાજ્….ધરાવતા લોહા(રા)ણા વટવાળા ,એંઠ ,હવરવાળા
    અતિ ખૂલ્લા શખ્સની આ વાત…સીધા સોંસરા વિધાનો …. કોઈ છેહ-છોગ…ડર નહિ…એવો સ્વભાવ અહીં વ્યક્ત થયેલો મને લાગ્યો… કારણ હું પોતે એ જમાતનો …એટલે ગમે ,એય સહજ .ચોક્ખી વાત !
    અભિનંદન હરીશભાઈને…ચોટદાર સરળ શબ્દો માટે ,અને રજુકર્તાને ધન્યવાદ પણ.
    -લા’કાંત / ૩૦-૫-૧૩

  4. હેમંત પુણેકર said,

    May 30, 2013 @ 6:26 AM

    સુંદર ગઝલ! રદીફ ખુમારી ભર્યો છે અને આખી ગઝલ એ મિજાજને જાળવી રાખે છે. વાહ!

  5. Kalpana said,

    May 30, 2013 @ 7:06 AM

    જરાય વેવલાવેડા નહીં, ચોક્ખી વાત, અને એ પણ કાવ્યમા!! માની ગયા. બહુ સુન્દર રચના. મિજાજ અને નિખલસતા.

  6. pragnaju said,

    May 30, 2013 @ 7:48 AM

    સુંદર ગઝલ
    નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
    ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો
    સરસ
    જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ
    અને સમય જો વીતી ગયો તો…
    તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત
    બળી રાખ હવે ઇંધણ ના થાય
    પીળા પાન હવે લીલા ના થાય.

  7. jagdish48 said,

    May 30, 2013 @ 8:05 AM

    હશે ત્યાંથી જ રસ્તો ટોચ પર પહોંચી જવાનો, પણ –
    ચરણમાં સ્થાન લેવાની બનાવટ હું નથી કરતો.

    આનાથી વધુ નિખાલસતા શું હોય શકે ?

  8. P. P. M A N K A D said,

    May 30, 2013 @ 11:33 PM

    CHOKHKHE CHOKHKHI VAAT, NO BAKWAAS.

  9. vihang vyas said,

    May 31, 2013 @ 12:31 AM

    નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
    ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો.
    વલોવાઈને જ્યારે આછરે ત્યારે ભરી લઉં છું,
    ગઝલમાં શબ્દની જૂઠી જમાવટ હું નથી કરતો.
    Wah !

  10. CHANDRESH said,

    May 31, 2013 @ 4:23 AM

    અભિનંદન હરીશભાઈને…ચોટદાર સરળ શબ્દો માટે

  11. HARISH THAKKAR said,

    May 31, 2013 @ 4:44 AM

    thankyou very much vivek bhai for the favour and thank you all for kind response

  12. Harshad said,

    June 1, 2013 @ 1:54 PM

    Do not know how I express my feelings on this. everything is silent around me and I am stairring @ this wordings.
    Gold bless You and salute to your BOLD expressions.

    Harshad

  13. પ્રતિક મોર said,

    June 2, 2013 @ 10:13 AM

    નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
    ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો

    એક સજ્જન જ આવા મહાન વિચાર કરી શકે છે.

  14. Yogesh Shukla said,

    June 3, 2013 @ 5:26 PM

    શ્રી હરીશભાઈ ઠક્કર ,” અદભુત રચના ”

    મિલાવ્યા હાથ પછી હું મારી આંગણીઓ નથી ગણતો ,

    ભલે ને ચાલ્યો જાય આખેઆખો હાથ તેની પરવા નથી કરતો

    “યોગેશ શુક્લ ”

    કેનેડા

  15. preetam Lakhlani said,

    June 7, 2013 @ 1:05 PM

    વલોવાઈને જ્યારે આછરે ત્યારે ભરી લઉં છું,
    ગઝલમાં શબ્દની જૂઠી જમાવટ હું નથી કરતો.
    બહુ જ્ સરસ શેર્…….ક્યાં બાત, દોસ્ત્!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment