સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!
-બાલમુકુંદ દવે

શેર – સુંદરમ્

ઉચ્છવાસે  નિઃશ્વાસે  મારી  એક  જ  રટણા  હો,
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.

-સુંદરમ્

બે લીટીના આ કાવ્યને પ્રણયકાવ્ય ગણો કે ભક્તિકાવ્ય ગણો… એનો મહિમા સર્વોપરિ જ રહેવાનો…

3 Comments »

  1. ભાવના શુક્લ said,

    November 22, 2007 @ 8:38 AM

    સુંદર….પ્રણયોર્મીની ખેવના, યાચનાની અભિવ્યક્તિ આનાથી સુંદર શુ હોઇ શકે!!!

  2. pragnajuvyas said,

    November 22, 2007 @ 9:33 AM

    -સુંદરમ્ જેવા મોટા ગજાનાં માટે એવું ન મનાય કે તેમને-” મૈં તો હું તેરે પાસ રે” ખબર ન હોય!
    પણ તે પહેલાનું આ પ્રેમાસ્પદને પોતાનામાં ધામ બનાવવા માટેની ઘટના માટે પાત્ર બનવાનું ભજન-રટણ તેને ભક્તિ કહો કે પ્રેમ કહો એ એક જ છે ને!
    અમલમાં મૂકવા જેવી અભિવ્યક્તિ.

  3. ઊર્મિ said,

    November 23, 2007 @ 12:30 AM

    વાહ… કવિશ્રી સુંદરમ્ નો બે લીટીનો પ્રેમનો આ બીજો ઉપનિષદ !

    દોઢ લીટીનો એમનો જ પ્રેમનો પહેલો ઉપનિષદ યાદ આવી ગયો…
    “તને મેં ઝંખી છે –
    યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment