હવે સ્થાયી થવાનું હું વિચારું છું,
તમારી ડાયરીમાં કોરું પાનું છે ?
કિરણ ચૌહાણ

ગઝલ – નેહા પુરોહિત

આંસુઓનો આ તે કેવો સાથ છે
જાતનો સંદર્ભ ખારોપાટ છે.

વેલ જેવું હું વળગતી ગઈ અને
વૃક્ષ બોલ્યું, મારી ચાહત આભ છે.

પગલે પગલે કાળજી લેજે હવે
ચોતરફ અંગાર ફરતે રાખ છે.

મેં જ મારી જાતનો દીવો કર્યો
આવ…અહીંયાં ક્યાં કોઈ અંધાર છે !!!!

નેહા પુરોહિત
(૬/૧૨/૧૨)

ચાર જ શેરની ગઝલ પણ ચારે દિશાઓ ઉજાગર કરતી ગઝલ..  વેલ અને વૃક્ષની વાત તો શિરમોર લાગી…

18 Comments »

  1. Rina said,

    December 15, 2012 @ 5:37 AM

    વાહ………

  2. vasant sheth said,

    December 15, 2012 @ 6:30 AM

    વેલ જેમ વિંટળાઈ રહી ,
    તારા પ્રેમનેવ કાજ,
    બે છોડ વિલાઇ ગયા,
    છુટાછેડાને કાજ્.
    અહ્ંઅગ્નિજ્વાળા,
    પ્રસરી દશે દિશા,
    પ્રેમની સરવાણી,
    ન ઠારી શકી એ આગ.

  3. સુનીલ શાહ said,

    December 15, 2012 @ 7:32 AM

    સાચે જ સુંદર…

  4. sagar said,

    December 15, 2012 @ 8:05 AM

    વેલ જેવું હું વળગતી ગઈ અને
    વૃક્ષ બોલ્યું, મારી ચાહત આભ છે.વહ

  5. deepak said,

    December 15, 2012 @ 8:28 AM

    વેલ જેવું હું વળગતી ગઈ અને
    વૃક્ષ બોલ્યું, મારી ચાહત આભ છે.

    પગલે પગલે કાળજી લેજે હવે
    ચોતરફ અંગાર ફરતે રાખ છે.

    વાચતાની સાથેજ… “વાહ!!!” બોલાઈ ગયુ…. ખુબજ સુંદર….

  6. લક્ષ્મી ડોબરિયા said,

    December 15, 2012 @ 9:11 AM

    સરસ ગઝલ..

  7. pragnaju said,

    December 15, 2012 @ 9:21 AM

    વેલ જેવું હું વળગતી ગઈ અને
    સુંદર…
    માનવસમાજને ભરડો નાંખી, એનાં રસકસ ચુસી લેતી આવી તો કેટકેટલી વેલીઓ હાજર હોય છે ! પુર્વગ્રહો, ધિક્કાર, ક્રુરતા, સ્વલક્ષીતા, દુર્જનતા, વર્ગ વિગ્રહ, જાતિ અને જ્ઞાતિ ભેદ, ધાર્મીક અને વૈચારીક મત મતાંતરો, શારીરિક- વૈચારિક- આર્થીક હિંસા, અત્યાચાર,આતંકવાદ… ગણી ન ગણાય એટલી સામાજીક વિષવેલો… એને ગમે તેટલી ઉખાડો એમનું આક્રમણ તો જેમનું તેમ જ! મહાન વિચારકો અને સંતો વૃક્ષ જેવા
    વૃક્ષ બોલ્યું, મારી ચાહત આભ છે

  8. મીના છેડા said,

    December 15, 2012 @ 9:48 AM

    સરસ !

  9. perpoto said,

    December 15, 2012 @ 10:27 AM

    પહેલો શેર ,ખારોપટ શબ્દ ,સ્વ વિશે ,અભિવ્યક્તિ સ્પર્શી જાય છે.

  10. neha purohit said,

    December 15, 2012 @ 11:52 AM

    આભાર મિત્રો….

  11. nilesh rana said,

    December 15, 2012 @ 5:22 PM

    સુન્દર ગઝલ

  12. jyoti hirani said,

    December 15, 2012 @ 10:01 PM

    ખ્બ સુન્દર ગઝલ અભિનન્દન્

  13. Maheshchandra. Naik said,

    December 15, 2012 @ 11:44 PM

    સરસ શબ્દો,મારી ચાહત આભની વાત મનભાવન બની રહી

  14. urvashi parekh said,

    December 16, 2012 @ 8:46 AM

    ખુબ જ સરસ.
    વેલ જેવુ વળગતી ગઈ અને,
    વૃક્શ બોલ્યુ, ચાહત મારી આભ છે.
    ખુબજ સરસ.

  15. nishidh said,

    December 16, 2012 @ 10:11 PM

    ખુબ જ સરસ…

  16. jigarjoshi'prem' said,

    December 16, 2012 @ 11:59 PM

    બહુ સુઁદર રચના થઈ છે. અભિનઁદન

  17. Pravin Shah said,

    December 19, 2012 @ 2:52 AM

    મેં જ મારી જાતનો દીવો કર્યો…..
    પછી જીવનમાં અંધકાર ક્યાંથી રહે !
    ખૂબ જ સુંદર અભિવ્યક્તિ !
    અભિનંદન !

  18. La' Kant said,

    January 15, 2013 @ 10:11 AM

    <> ” ભીતર થતા ક્ષણિક પ્રકાશની વાતને અનુસંધાને…

    . ” હું છું ”
    ” હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
    ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
    હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
    પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.

    સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું,
    અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,
    અનુભૂતિ તણો એહસાસ અમાપ છું
    ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,

    પ્રેમ-આનંદસભર’જીવંત’વિચાર છું,
    સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
    જુઓ તો ખરા! હું કેવો આરપાર છું !
    શૂન્યનો મહા અનંત વિસ્તાર છું,”
    -લક્ષ્મીકાંત ઠક્કર,”કંઈક” / ૧૫-૧-૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment