નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
– ખલીલ ધનતેજવી

સરનામું – અજય પુરોહિત

ફૂલોનું સરનામું
શોધવા
ડાયરીના પત્તાં
ઉથલાવ્યે જાઉં છું
ત્યાં જ
મળી આવ્યું
મરેલું પતંગિયું !!!

– અજય પુરોહિત

વિદેશી કાવ્યોમાં માત્ર juxtapositionથી કાવ્યમાં અર્થ ઉપજે એવા કાવ્યો ઘણા જોવા મળે છે. આ કાવ્ય એનો સારો પ્રયોગ કરે છે. ‘મરેલુ પતંગિયું’ એકી સાથે કેટલીય અર્થ-છાયાઓ રચી આપે છે.

9 Comments »

  1. વિવેક said,

    October 29, 2007 @ 12:55 AM

    સુંદર રચના… ખૂબ ઓછા શબ્દોમાં સુંદર ભાવાભિવ્યક્તિ…

  2. pragnajuvyas said,

    October 29, 2007 @ 9:17 AM

    થયો છું,મુક્તકોથી લયસ્તરોનાં જાણીતા અજય પુરોહિતના ‘જીવી ગયો છું’-જેવા કાવ્યો ફોર એસ વી પર પણ માણ્યાં છે.આજે નવા કવિની અછાંદસ રચના દ્વારા ભાવ વ્યક્ત કરવાનો સારો પ્રયાસ કર્યો છે.
    હંમણા તો અહીં પતગિયાને નજાકતથી પકડી તેના પર હળવાસથી આઈડન્ટીટી આપી ધવલભાઈને (આટલાન્ટા) મોકલવાનો પ્રયોગ થયૉ! તેમાં જો કોઈ પતંગિયું મરે તો તો અહીં ગૌહત્યા થઈ હોય તેમ બધા જૂએ!

  3. ramesh shah said,

    October 29, 2007 @ 10:50 AM

    ‘A baby & a butterfly’ title ની પેન્ટલ ની માઈમ ઘણા વર્ષો પહેલાં જોઈ હતી. આ ગીત વાંચ્યુ અને પેન્ટલે આપેલા butterfly ના expressions યાદ આવી ગયા.

  4. Pinki said,

    October 29, 2007 @ 11:23 AM

    વાહ્ ! !

    બહુઅર્થી આ કાવ્યનો એક અર્થ એ તો ખરો જ કે

    ફૂલોને પતંગિયાના સરનામા અલગ ક્યાં કરવા……….!!

    પછી ફૂલ ને પતંગિયાની ઉપમા જેને પણ આપીએ………..!!

  5. ભાવના શુક્લ said,

    October 29, 2007 @ 11:27 AM

    આહ!!! સરસ…
    ડાયરીના પત્તાં અને મરેલું પતંગિયું !!!
    કઇ કેટલાય અર્થો ઢોળાઇ ગયા છે માત્ર ચાર શબ્દો મા. હવે વિણ્યા કરીશ ક્યાય સુધી..

  6. Pinki said,

    October 29, 2007 @ 11:31 AM

    રમેશકાકા,

    મન મનાવી લઈએ બાકી
    અફસોસ તો થઈ ગયો ………જોવા ના મળ્યુ અમને !!

  7. Atul Jani (Agantuk) said,

    October 29, 2007 @ 1:33 PM

    આપણે સહુ પતંગીયા
    હંમેશા ફુલોની શોધમાં ઉડ્યા કરીએ, ફુલોના સરનામા શોધ્યા કરીએ
    અને મળી આવે એકાદ મરેલુ પતંગીયુ
    પણ આપણને કદી વીચાર ન આવે
    કે – એક દી મારે પણ આમ મરવાનું !

  8. કુણાલ said,

    October 30, 2007 @ 7:50 AM

    ખુબ જ સુંદર શબ્દો…

  9. nilam doshi said,

    October 30, 2007 @ 11:15 AM

    થોડામાઁ ઘણુ કહેવાઇ ગયુઁ. ગાગરમા સાગરનેી જેમ.સ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment