તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને
-ભગવતીકુમાર શર્મા

ગઝલ – રઈશ મનીઆર

ગોપિત રહે કદી, કદી સાક્ષાત્ હોય છે,
મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે.

ફરિયાદ લઈને આવું છું હું તારે આંગણે,
નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે.

લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

આપી દે એકવાર… આ જીવન એ આપનાર,
બાકીની જિંદગી તો વસૂલાત હોય છે.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

– રઈશ મનીઆર

રઈશભાઈ આજકાલ અમેરિકાને રસતરબોળ કરી રહ્યા છે ત્યારે ‘લયસ્તરો’ બાકી રહી જાય તો કેમ ચાલે? એક મજાની ગઝલ એમના ગણતરીના દિવસોમાં વતન પરત આવવાની તૈયારીની ખુશીમાં…

13 Comments »

  1. Pinki said,

    October 21, 2007 @ 5:24 AM

    શુભ સ્વાગતમ્ ! ! આપનું આપના વતનમાં ! !

    આટલી સહજતા અને સરળતાથી રજૂઆત, કબૂલાત થતી હોય,
    તો કંઈ પણ કહેવું અનુચિત છે ……!!

    કે ઊર્મિ કહે એમ બોલતી બંધ !!
    .
    પણ દરેક શેર ગમ્યા એમ તો કહી જ શકાય…. ને ?!!

    ફરિયાદ લઈને આવું છું હું તારે આંગણે,
    નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે.

    ફરિયાદ લઈને ગયા અને તો પણ આપણે જ
    કબૂલાત કરવાની …..
    પ્રીતની રીત અનેરી છે, નહિં ?

    આ કર્મનો સિદ્ધાંત સાવ સરળ અને સહજ ‘ગઝલ’યોગમાં,

    આપી દે એકવાર… આ જીવન એ આપનાર,
    બાકીની જિંદગી તો વસૂલાત હોય છે.

    અને પરિસ્થિતિ અનુકૂળ હોય તેટલું જ પૂરતું નથી
    માંહ્યલો પણ સ્થિર અને શાંત જરૂરી છે…….

    દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
    ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

    “વેદજ્ઞાન” “ગઝલગાન” માં………..! !

  2. ramesh shah said,

    October 21, 2007 @ 7:45 AM

    “લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
    જીવનની એ નવી જ શરૂઆત હોય છે.” બહોત ખૂબ કહી…

  3. pragnajuvyas said,

    October 21, 2007 @ 9:22 AM

    લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
    જીવનની એ નવી જ શરૂઆત હોય છે.
    વાહ!
    દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
    ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.
    કેટલું હુબહુ આપણા ઉત્પાતનો એહસાસ!!
    અફસોસ એજ વાતનો કે-
    કિસ્મતકી કમનસીબી ફરિયાદ ક્યા કરેં?
    અમારા મેરીલેન્ડથી ત્રણ કલાકને અંતરે જ હતો !
    અને મોંઢાં મોઢ ન થવાયું!

  4. neetakotecha said,

    October 21, 2007 @ 8:41 PM

    ખુબ જ સુન્દર.

    http://neeta-kotecha.blogspot.com/

    http://neeta-myown.blogspot.com/

  5. ધવલ said,

    October 21, 2007 @ 9:54 PM

    બે શેર વધારે ગમી ગયા –

    લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
    જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

    દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
    ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

  6. કુણાલ said,

    October 22, 2007 @ 2:26 AM

    ખરેખર બધાજ અશઆર કોમેન્ટમાં મૂકવાનું મન થાય એવી ગઝલ..

    ફરિયાદ લઈને આવું છું હું તારે આંગણે,
    નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે.

    લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
    જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

    આપી દે એકવાર… આ જીવન એ આપનાર,
    બાકીની જિંદગી તો વસૂલાત હોય છે.

    દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
    ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

  7. સુનીલ શાહ said,

    October 22, 2007 @ 9:07 AM

    લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
    જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

  8. ભાવના શુક્લ said,

    October 22, 2007 @ 3:12 PM

    ગોપિત રહે કદી, કદી સાક્ષાત્ હોય છે,
    મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે.
    …………………………………………..
    આ શેર થી ગઝલ શરુ થઈ અને પુરી પણ થઇ ગઇ ગણુ હુ તો. (ખરેખર બોલતી બંધ)
    બાકી ના બધા જ શેર જાણે કે પ્રથમ શેર ના પ્રબળ ટેકામા જાણે ઉભા થઇ ગયા છે કે લો સબુત!.

    રઇશભાઇ ના આ શૈલી એટલી સબળ અને ભાવ પ્રધાન હોય છે કે બસ ગઝલ પુરી થતા થતા તો રસ તરબોળ થઇ જવાય. ક્યાય કશી રસક્ષતિ નહી!!! અહી થી તહી ફેકાવા નુ નહિ.

  9. ઊર્મિ said,

    October 22, 2007 @ 3:54 PM

    અરે હા, રઈશભાઈને ફોન પર હેરાન કરવામાં હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે… પણ એવું આમ ફરી ફરીને તું યાદ ના કરાવ દોસ્ત!

    ગઝલ વિશે તો મારું ભાવનાબેનની વાતને પૂઉઉઉઉઉઉઉઉરું સમર્થન…!

  10. ઊર્મિ said,

    October 22, 2007 @ 3:56 PM

    ગોપિત રહે કદી, કદી સાક્ષાત્ હોય છે,
    મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે.

    ફરિયાદ લઈને આવું છું હું તારે આંગણે,
    નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે.

    લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
    જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

    આપી દે એકવાર… આ જીવન એ આપનાર,
    બાકીની જિંદગી તો વસૂલાત હોય છે.

    દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
    ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

    આ કુણાલે એક અશઆરને બાકી રાખ્યો હતો… એટલે મને થયું કે હું બાકીનું કામ પુરું કરી દઉં… 🙂

  11. devang trivedi said,

    October 23, 2007 @ 12:04 AM

    છેક છેલ્લા શેર સુધી જકડી રાખતી ગઝલ
    છતા સાવ સરળ.

  12. ગુંજન ગાંધી said,

    October 23, 2007 @ 2:37 PM

    ગોપિત રહે કદી, કદી સાક્ષાત્ હોય છે,
    મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે.

    તરત મરીઝ સાહેબ યાદ આવે –
    જુઓ શી કળાથી મેં તમને છુપાવ્યા
    ગઝલમાં પણ આવ્યા તો નામે ના આવ્યા

    અને..

    ફરિયાદ લઈને આવું છું હું તારે આંગણે,
    નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે.

    આપી દે એકવાર… આ જીવન એ આપનાર,
    બાકીની જિંદગી તો વસૂલાત હોય છે.

    દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
    ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

    — યે બાત હે

    અરે રઈશભાઈની આતુરતાથી અહીં રાહ જોવાઈ રહી છે – ઉર્મી ફોર યોર ઇન્ફોર્મેશન એ ભારતમાં હોય ત્યારે એમને સેલ ફોન પર હેરાન કરવાનું કામ હું પણ કરું છું..કાશ એમનો ઈ-મેઈલ અડ્રેસ પાસે હોત..

  13. Viral said,

    October 27, 2007 @ 6:26 AM

    ખુબ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment