ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.
વિવેક ટેલર

આજ હવે – મનોજ ખંડેરિયા

આભના જેવો જ કંઈ લાગે છે આજ હવે
મારા હોવાનો મને ભાર.

કેડીની જેમ હું તો રઝળું ચોમેર
મારા ભ્રમણનો આવતો ન અંત
આંબાની ડાળ જેવું આભ ભરી ઊગું ને
હાથ છેટી રહી જાય વસંત
ઓગળતો જાય હવે મીણની જેમ કાળ મારો
જેનો લઇ ઊભી આધાર.

છતટાંગ્યાં ઝુમ્મરની હું તો રે જ્યોત
મારી કાચમાંથી કાયા ઢોળાય
પછડાતી જાઉં આમ આખાયે ઓરડે ને
આમ નથી ઓરડે હું ક્યાંય

તારા ન આવવામાં ચંદનના ધૂપ શી હું-
બળતી ને મ્હેકે અંધાર.

-મનોજ ખંડેરિયા

કૃષ્ણ-વિરહમાં ઝૂરતી ગોપીનું ગીત છે…… સ્વ ની સંપૂર્ણ વિસ્મૃતિ…..

5 Comments »

  1. Rina said,

    October 14, 2012 @ 12:57 AM

    beautiful…

  2. Jayshree said,

    October 14, 2012 @ 3:12 AM

    તારા ન આવવામાં ચંદનના ધૂપ શી હું-
    બળતી ને મ્હેકે અંધાર.

    વાહ….

  3. pragnaju said,

    October 14, 2012 @ 8:33 AM

    તારા ન આવવામાં ચંદનના ધૂપ શી હું-
    બળતી ને મ્હેકે અંધાર.
    વાહ્
    માણસ ગમે તેટલા આત્મબળ કે મન:શક્તિ ધરાવતો હોય પણ વરસાદની વર્ષાનો અને વસંતના વૈભવનો તેના પર હંમેશા વિજય થાય છે. પણ આ વરસાદમાં બહારથી વધારે જો અંદર ભીંજાવા ન મળે તો પ્રણયીઓની હાલત વિરહમાં ઝૂરતા

  4. La'Kant said,

    October 15, 2012 @ 12:13 AM

    ગમ્યું…
    આભનો ભાર (=બોજો) ક્યારે લાગે? મન-હૃદયનો પ્રદેશ વિચારો…ખયાલોના વાદળથી છવાયેલું હોય ત્યારે જ ને ?
    ક્યાંક,કોઈક,કંઈક ન હોવાનો …અભાવનો..કશુંક ખૂબ જરૂરી ખૂટતું હોવાનો ભીતરનો એહસાસ!
    અંધાર તો ઉદાસીનો જ છે ને ? ને, મહેકવાની વાત એટલે મીઠી ચળ જેવું…કનડતું…સતાવતું છતાં ગમતું… એવી દોહરી લાગણી (ભાવ) જેવું….આ દશા..પરિસ્થિતિ પણ માણવાનો લહાવો…લિજ્જત છે!!
    -લા’કાન્ત / ૧૫-૧૦-૧૨

  5. Maheshchandra Naik said,

    October 18, 2012 @ 10:04 PM

    કૃષ્ણ ગોપીના વિરહ ભાવને સરસ રીતે પ્રસ્તુત કરી છે, કવિશ્રી મનોજ ખંડેરિયાને સલામ્……………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment