ખુરશી, પલંગ, મેજ, કલમ, ચાંદ, ચાંદની,
સઘળું ઉદાસ લાગે છે તારા ગયા પછી.
- આદિલ મન્સૂરી

એક લઘુકાવ્ય – મુકેશ જોષી

પાડોશી બનવાની પૂર્વશરત એ છે,
બંને વચ્ચે કમસે કમ એક દીવાલ હોવી જોઈએ.
લાંબા દાંપત્યજીવનને અંતે
અમે એને ઊભી કરવામાં સફળ થયા છીએ,
હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ.

– મુકેશ જોષી

મહત્વનું શું – સંબંધ કે વ્યક્તિ ? વ્યક્તિ છે તો સંબંધ છે કે સંબંધ છે તો વ્યક્તિ છે ? – આવા પ્રશ્નોના ઉત્તર દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની જાત માટે શોધી કાઢતી હોય છે. કોઈ એક ઉત્તર દરેક માટે appicable હોતો પણ નથી. ઘણાબધા લોકો અસ્પષ્ટતાના grey area માં જ જીવન વીતાવી દેવાનું પસંદ કરતા હોય છે. લગ્નસંસ્થામાં જેટલી જાતને [ અને અન્યને પણ ] છેતરવામાં આવતી હોય છે તેટલી ભાગ્યે જ કોઈ સંબંધમાં છેતરામણી ચાલતી હશે. પ્રત્યેક પળે – પ્રત્યેક પળે – જાત સાથે અને અન્યોન્ય સાથે અણીશુદ્ધ સ્પષ્ટતા જાળવવી એ જ કદાચ શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે.

10 Comments »

  1. rajesh mahant said,

    September 30, 2012 @ 1:58 AM

    તદ્દન સાચી વાત ચે

    આપણે બહારના સમ્બન્ધો વચ્ચે ની દિવાલોમા બારી બનાવવામા એટલા વ્યસ્ત થૈ ગયા ચે કે આપણા ઘરના દરવાજાઓ ક્યારે ચણાઇને દિવાલ બની જાય ચે એની પણ આપણને જાણ રહેતી નથી.

  2. Suresh Shah said,

    September 30, 2012 @ 5:56 AM

    મનન ક્રરવા જેવી વાતા છે.
    આપણા ઘરના દરવાજાઓ ક્યારે ચણાઇને દિવાલ બની જાય એની પણ આપણને જાણ રહેતી નથી.- રાજેશભાઈની વાત ખૂબ સાચી છે.
    વ્યક્તિ છે તો સંબંધ છે કે સંબંધ છે તો વ્યક્તિ છે ? આ તો તમે એક સંવાદ રચ્યો. આશા છે કે અન્ય વાંચકો નો સાથ મળી રહેશે.
    મારુ માનવુ છે કે સંબંધ છે તો વ્યક્તિ છે – ઘણી વ્યક્તિ આપણા જીવનમા આવે છે – બધા સાથે સંબંધ નથી બંધાતા; અને જરુરી ન પણ હોય.
    અને બારી બનાવવાની વાત – શા માટે બારી જોઈએ છે? અકળાઈ ને થોડુક બહાર કઢવા અને કાઈંક નવુ અંદર આવે તો સંબંધમા તાજગી આવે.

    – સુરેશ શાહ, સિંગાપોર

  3. sweety said,

    September 30, 2012 @ 6:28 AM

    ક્યા બાત હૈ

  4. pragnaju said,

    September 30, 2012 @ 9:14 AM

    સ રસ અભિવ્યક્તી
    ‘અણીશુદ્ધ સ્પષ્ટતા જાળવવી એ જ કદાચ શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે…સુંદર રસાસ્વાદ
    જ્યોતની દર્શન થયા પછી ચેતનામાં એક રૂપાંતર થાય છે. જોવાની દ્રષ્ટિ ઉર્ધ્વ બનતાં જાત સાથે અને અન્યોન્ય સાથે અદ્વૈતમાં પરિણમે છે.સમગ્ર અસ્તિત્વમાં આ ફેલાઈ જાય છે. જે રંગ સુગંધ વગરની હતી તેના કાળજામાં અણસૂંઘેલ સુવાસ પ્રસરે છે. ‘અણસૂંઘેલ શબ્દ દ્વારા ગહનનું સુગંધભર્યું રહસ્યાત્મક સૂચન થાય છે.અંતે ઘર શબ્દ કેટલો સૂચક બની જાય છે?
    આંતરપ્રજ્ઞા દ્વારા જે ઉદબુદ્ધ થાય છે તે રહસ્યાત્મક સ્પર્શને સહજ, પ્રવાહી અને માર્મિક રીતે શબ્દોમાં વ્યક્ત કરી શકવાની કવિ શક્તિ ધરાવે છે.

  5. સુરેશ જાની said,

    September 30, 2012 @ 11:12 AM

    ભલે આમાં કાવ્ય તત્વ ન હોય, કહેવાતી મૈત્રી અને સંબંધો પર તીવ્ર સત્યવચન ગમી ગયું.
    બાકી તો મૈત્રીભાવનાં પવિત્ર ઝરણાંના દમ્ભી ગીતો ઘણાં લખાણાં છે.

  6. La'Kant said,

    September 30, 2012 @ 9:38 PM

    . જો….

    મન જાય મળી અને જ્યાં હૈયું જાય હળી,
    પછી કોઈ બાબત એવી અંગત નથી રહેતી.

    પણ…

    જરા સરખી શંકા તણી જો તડ પડે આપસમાં,
    પછી એ સંબંધમાં એ અસલી રંગત નથી રહેતી.
    બાહ્યમાં સંબંધ હો ભલે અકબંધ,દિલ ન માને તો,-
    સાથ હો હરદમ છતાં,અસલી સંગત નથી રહેતી.
    ળન્ત / ૧-૧૦-૧૨

  7. Rina said,

    October 1, 2012 @ 12:34 AM

    awesome aaswaad…..

  8. Ratilal Gokani said,

    October 1, 2012 @ 10:04 AM

    ીવાલમ/ તિરદ પદે તો દિવલ પડિ જ પન સબન્ધ્મૈ તિરદ પદે તો શુ થૈ?

  9. Maheshchandra Naik said,

    October 2, 2012 @ 12:46 AM

    સબંધોની વચ્ચે દીવાલ બની જતી આપણી જીવનશૈલી પર ભારે વેદના વ્યક્ત કરી છે….મનને મનાવીને સબધો જાળવવાની આ વાત નથી, દીવાલો કેમ ન બને એની જ આપણે કાળજી કરતા રહીએ તો પણ બસ છે…………………..

  10. dr.ketan karia said,

    October 4, 2012 @ 11:00 AM

    આજકાલ લઘુકાવ્યોને હાથવગા સમજીને ઘણાં કવિઓ જે અને તે લખતા થયા છે ત્યારે લઘુકાવ્યમા અભિવ્યક્તિનું આ સુંદર ઊદાહરણ…. સ્વ. વિપીન પરીખ યાદ આવી ગય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment