ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
સંજુ વાળા

નથી – સુભાષ શાહ

બસ હવે હસવું નથી રડવું નથી,
છેક પાસે છે છતાં અડવું નથી.

એ હશે ઉપર તો નીચે આવશે,
કોઈ સીડી પર હવે ચડવું નથી.

એટલા નિઃશેષ થાવું છે હવે,
કે હવાને પણ હવે નડવું નથી.

સ્થિત પ્રજ્ઞાને કરી છે એટલે,
ડર નથી, લડવું નથી,પડવું નથી.

એ રીતે સંતાઈ જાઓ હે સુ.શા.
જાતથી પણ જાતને જડવું નથી.

– સુભાષ શાહ

સરળ ભાષામાં પણ કવિતા ઘણીવાર કેવી ઊંડી વાત કરી શકે છે ! હવાને ન નડવાવાળો શેર અને સ્થિતપ્રજ્ઞતાવાળો શેર ખૂબ ધીમેથી મમળાવવા જેવા છે.

13 Comments »

  1. Rina said,

    October 27, 2012 @ 12:40 AM

    awesome…..

  2. sweety said,

    October 27, 2012 @ 3:39 AM

    એટલા નિઃશેષ થાવું છે હવે,
    કે હવાને પણ હવે નડવું નથી.

    વાહ ક્યા બાત હૈ

  3. P. P. M A N K A D said,

    October 27, 2012 @ 6:41 AM

    Simple, yet SUPERB poem, indeed. Congrats.

  4. Rajendra Karnik surat said,

    October 27, 2012 @ 7:55 AM

    આ પરિસ્થિતિ પર કોઈ સ્ત્રી જ પુરુષને પહોંચાડી શકે એટલે સેક્સ પિયર ગાંડો થોડો હતો કે ફ્રેલ્ટી ધાય નેઈમ ઇઝ વુમન કહ્યું હતું? ખુબ અદભૂત .અનેક અનેક અભિનંદન કાલ્પનિક કે વાસ્તવિક બન્ને પાત્રોને

  5. pragnaju said,

    October 27, 2012 @ 8:47 AM

    સ્થિત પ્રજ્ઞાને કરી છે એટલે,
    ડર નથી, લડવું નથી,પડવું નથી.

    એ રીતે સંતાઈ જાઓ હે સુ.શા.
    જાતથી પણ જાતને જડવું નથી.
    વાહ

  6. lakant said,

    October 27, 2012 @ 9:06 AM

    “એટલા નિઃશેષ થાવું છે હવે,
    કે હવાને પણ હવે નડવું નથી.” —શુન્યતાનો પર્યાય્…વિકલ્પ્…સરસ

    {જે પોતાની જાતને ભૂંસી નાખી,છેકી શકે તે જ તટસ્થ,
    જે પોતાનો અહં ઓગાળી નહીં વત કરી શકે તે તટસ્થ,
    ભીતરના ખાલીપણાનું શૂન્ય વિસ્તારી શકે, તે તટસ્થ,
    જે કંઈ કર્યા વિના રહી શકે બુદ્ધનું સૌમ્ય સ્મિત ધારે,-
    બાહ્યનું જેને ક્યારેય કંઈ સ્પર્શે નહીં તે ખરેખર, તટસ્થ!
    જે છે તેમાં જ ખુશ,મસ્તી માણે આ હર ક્ષણમાં તે તટસ્થ } =
    એટલે
    ( સ્થિત પ્રજ્ઞાને કરી છે એટલે,ડર નથી, લડવું નથી,પડવું નથી. )

  7. ધવલ said,

    October 27, 2012 @ 10:33 AM

    સ્થિત પ્રજ્ઞાને કરી છે એટલે,
    ડર નથી, લડવું નથી,પડવું નથી.

    – સરસ !

  8. Harshad said,

    October 27, 2012 @ 10:34 AM

    Feelings of love hiding in deep heart are explained such a way, bhai kehvu pade vah!!!

  9. Hasmukh Shah said,

    October 27, 2012 @ 10:53 AM

    બહુ સરસ

  10. Maheshchandra Naik said,

    October 29, 2012 @ 9:43 PM

    સરસ રજુઆત્, કોઈને ન નડવાની રજુઆતમા હવાની પણ વાત કરીને એક સંદેશ આપ્યો છે………………..

  11. Rakesh Thakkar, Vapi said,

    November 4, 2012 @ 9:40 AM

    વાહ
    એ રીતે સંતાઈ જાઓ હે સુ.શા.
    જાતથી પણ જાતને જડવું નથી.

  12. Ravilimbachiya said,

    November 13, 2012 @ 11:50 PM

    Khub saras sabdo chhe kadach manahar saheb a gazal gay to maja avi jay

  13. sagar said,

    January 2, 2013 @ 5:17 AM

    વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment