શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !
ઘાયલ

(મારી અંદર) -ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા શંકાનો સરવાળો મારી અંદર,
સદીઓથી છે આ ગોટાળો મારી અંદર.

એક જ સાથે ઉછરે યુગયુગાંતરોથી,
બાગ અને પંખીનો માળો મારી અંદર.

સમય અને સંજોગ પ્રમાણે દેખા દે છે,
લાલ પીળો ધોળો ને કાળો મારી અંદર.

લીન હોઉ મારામાં ને કોઇ કરે સળી તો,
તરત જ જન્મે અઢળક ગાળો મારી અંદર.

એક તરફ છે રણની રેતીના ઢૂવા ને,
બીજી તરફ છે સરવર પાળો મારી અંદર.

ક્યાંક પડ્યું છે ‘ઠારો ઠારો, કેવળ ઠારો’,
ક્યાંક છે કેવળ ‘બાળો બાળો’ મારી અંદર.

-ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા અને શંકાના સરવાળા-ગોટાળાવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ… જો કે આખી ગઝલનો શિરમોર એવો આખરી શેર જરા વધુ ગમી ગયો.

8 Comments »

  1. pragnaju said,

    September 27, 2012 @ 9:14 PM

    સરસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
    એક તરફ છે રણની રેતીના ઢૂવા ને,
    બીજી તરફ છે સરવર પાળો મારી અંદર.
    મંગળ ગ્રહ પર પોતાની જગ્યા બદલતા રેતીના ઢૂવા
    અને તરંગો વિશે જાણકારી પ્રાપ્ત કરી છે .

    રાહ જોવાય છે સરવર પાળોની

  2. sugnesh patel said,

    September 27, 2012 @ 11:07 PM

    સરસ ભૈ મોજ આવી

  3. વિવેક said,

    September 28, 2012 @ 1:19 AM

    સુંદર ગઝલ… ગાળોવાળો શેર જો કે સપાટબયાનીથી આગળ વધી શકતો નથી.

    અંતિમ શેર ઉત્તમ… સરવાળે વિધાયક ગઝલ.

  4. sweety said,

    September 28, 2012 @ 11:21 AM

    લીન હોઉ મારામાં ને કોઇ કરે સળી તો,
    તરત જ જન્મે અઢળક ગાળો મારી અંદર.

    સરસ

  5. perpoto said,

    September 28, 2012 @ 11:36 AM

    ગઝલકારે એટલેજ નારાજ નામ ઘારણ કર્યું હશે….

  6. vijay joshi said,

    September 28, 2012 @ 6:52 PM

    The last couplet seems to say a lot about dualism where good and bad, god and evil, reside side by side and are dictated by “prakruti’s trigunas- Raj, Tam and Satv” which Rushi Pantajali has erudited wonderfuly in his 195 sutras in his Raj Yoga. It also seems to elude to “dualism”, Well done.

  7. Harshad said,

    September 29, 2012 @ 12:59 PM

    Like this and really very good abhivyakti!!

  8. sagar said,

    November 1, 2012 @ 8:28 AM

    જોરદાર ગઝલ છે , શબ્દો મારી પાશે પૂરતા નથી પ્રશંસા માટે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment