છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?
– સુલતાન લોખંડવાલા

પ્રાર્થના – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

ચિત્ત યેથા ભયશૂન્ય,ઉચ્ચ યેથા શિર,
જ્ઞાન યેથા મુક્ત, યેથા ગૃહેર પ્રાચીર
આપન પ્રાંગણતલે દિવસશર્વરી
વસુધારે રાખે નાઇ ખણ્ડ ક્ષુદ્ર કરિ,
યેથા વાક્ય હૃદયેર ઉત્સમુખ હતે
ઉચ્છવસિયા ઉઠે, યેથા નિર્વારિત સ્ત્રોતે
દેશે દેશે દિશે દિશે કર્મધારા ધાય
અજસ્ત્ર સહસ્ત્રવિધ ચરિતાર્થતાય
યેથા તુચ્છ આચારેર મરુબાલુરાશિ
વિચારેર સ્ત્રોત:પથ ફેલે નાઇ ગ્રાસિ-
પૌરુષેરે કરેનિ શતધા, નિત્ય યેથા
તુમિં સર્વ કર્મ-ચિન્તા-આનન્દેર નેતા,
નિજ હસ્તે નિર્દય અઘાત કરિ પિત:,
ભારતેરે સેઇ સ્વર્ગે કરો જાગરિત.

ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે,
જ્ઞાન જ્યાં મુક્ત છે,જ્યાં ઘર ઘરના વાડાઓએ
રાતદિવસ પોતાના આગણામાં વસુધાના
નાના નાના ટુકડા નથી કરી મૂક્યા,
વાણી જ્યાં હ્રદયઝરણમાંથી સીધી વહે છે,
કર્મનો પ્રવાહ જ્યાં અનિવાર રીતે
દેશે દેશે અને દિશાએ દિશાએ અજસ્રપણે
સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે,
તુચ્છ આચારની મરુનિ રેતી જ્યાં
વિચારનાં ઝરણાંને ગ્રસી લેતી નથી-
પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,
હંમેશા તુ જ્યાં સકલ કર્મ,વિચાર અને આનંદનો નેતા છે,
તે સ્વર્ગમાં તારે પોતાને હાથે
નિર્દય આઘાત કરીને,
હે પિતા,
ભારતને જગાડ.

– રવીન્દ્રનાથ ઠાકુર

આ પ્રાર્થના ગુરુદેવના જીવનકાળ દરમ્યાન જેટલી પ્રસ્તુત હતી તેટલી જ – કદાચ વધુ – સાંપ્રત ભારત માટે છે…. Bertrand Russel એ કહ્યું હતું – ભારતની પ્રજા અંગ્રેજોની ગુલામ નથી,એ ગુલામ છે પોતાના ભૂતકાળની.

8 Comments »

  1. વિવેક said,

    September 24, 2012 @ 1:35 AM

    કવિવરની આ અતિ લોકપ્રિય કવિતાનું કવિવરના પોતાના જ શબ્દોમાં અંગ્રેજી ભાષાંતર અને શૈલેષ પારેખના ગુજરાતી અનુવાદની એક ઓર ‘ફ્લેવર’ લયસ્તરો પર જ આપ અહીં માણી શકો છો:

    Heaven of Freedom – રવીન્દ્રનાથ ઠાકુર

  2. Suresh Shah said,

    September 24, 2012 @ 3:12 AM

    ભાવાનુવાદ છે તેથી જ ભાવ સચવાઈ રહ્યો.
    આનંદથી માણ્યો.
    આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  3. perpoto said,

    September 24, 2012 @ 9:25 AM

    વિવેકભાઇ કદાચ નગીનદાસ પારેખ કેહવા માંગે છે.

  4. vijay joshi said,

    September 24, 2012 @ 9:33 AM

    Wow! We all use the same basic letters and words from very similar alphabets but when they flow from the minds of the great ones like Rabindranath Thakur, they come alive, they DEMAND attention, the ideas and ideals are both evergreen, as true when he conceived them, as they are today! wonderful job by Mr Parekh who has maintained the spirit and soul of the original verses.

  5. perpoto said,

    September 24, 2012 @ 9:34 AM

    ભારતની જગ્યાએ કદાચ વિશ્વ પણ મુકી શકાય…..કવિતાનો ફલક વિશાળ છે.

  6. pragnaju said,

    September 24, 2012 @ 9:46 AM

    તે સ્વર્ગમાં તારે પોતાને હાથે
    નિર્દય આઘાત કરીને,
    હે પિતા,
    ભારતને જગાડ.
    સુંદર

  7. Dhaval said,

    September 24, 2012 @ 5:25 PM

    કવિને જો દેશનુ બંધારણ ઘડવાનુ સોંપવામા આવે તો એ આવું સશક્ત બને !

  8. Maheshchandra Naik said,

    September 25, 2012 @ 4:44 PM

    કવિવરનુ કાવ્ય આજે પણ એટલુ જ પ્રસ્તુ છે…………….અનુવાદકનો ભાવાનુવાદ અત્યત રસમય રહ્યો, આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment